• ટ્રકનું ટાયર ફાટતા બસ સાથે ટક્કર: ડિવાઈડર પર બેઠેલા લોકો પર યમરાજ બનીને લક્ઝરી બસ ફરી વળી
  • રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ગોઝારી ઘટનામાં 6 લોકોના મોત નિપજ્યા છે. ઘટનામાં હજુ મૃત્યુંઆંક વધવાની પ્રબળ સંભાવના છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદવડોદરા એક્સપ્રેસ વે પર આણંદ નજીક ટ્રકનું ટાયર ફાટતાં સાઇડમાં ઉભેલી લક્ઝરી બસને ટ્રકે ટક્કર મારતાં બસ ડિવાઇડર બેસેલા લોકો પર ફરી વળી હતી. ઘટનામાં 6 લોકો કચડાઇ જતાં તેમના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય 8 લોકોને ઇજા પહોંચી છે. અકસ્માતના બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ અને 108 ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે. મૃતકોની ઓળખ અને સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઇ તે અંગે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે.

સોમવારની સવાર ગોજારા સમાચાર લઈને આવી છે. આણંદ નજીક અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલ ઘટનામાં 6 લોકોના મોતની ખબર સામે આવી છે. માહિતી એવી પણ મળી રહી છેકે, અકસ્માતમાં મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. એટલેકે, માર્ગ અકસ્માતમાં 6થી વધુનાં મોતની સંભાવના છે. ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે.

ઘટનામાં ટાયર ફાટતા ઉભેલી લકઝરી બસને પાછળથી ટ્રકએ ટક્કર મારી હતી. લકઝરી બસની આગળ ડિવાઇડર પર બેઠેલા મુસાફરો પર લકઝરી બસ ફરી વળી હતી. ગોજારા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોતની સંભાવના છે. જ્યારે ઘટનામાં 8 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જે પ્રમાણે માહિતી મળી રહી છે મુજબ ઘટનામાં અકસ્માત થતાની સાથે સ્થળ પર 6 લોકોના મોત નિપજ્યા હતા.

ઘટનામાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા છે. ઘટનાની જાણ થતાની સાથે આણંદ ફાયરબ્રિગેડએ બચાવ કામગીરી હાથ ધરી હતી. સાથે બનાવની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે પણ અકસ્માત કઈ રીતે બન્યો, મૃતકોમાં કોણ કોણ છે તે અંગેની માહિતી એકત્ર કરીને પંચનામું કરવાની શરૂઆત કરી હતી.

મહારાષ્ટ્ર તરફ જઈ રહીતી લકઝરી બસ

મળતી માહિતી મુજબ અમદાવાદવડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી મહારાષ્ટ્ર તરફ લકઝરી બસ જઈ રહી હતી. ત્યારે તેની પાછળ પુર ઝડપે આવી રહેલ ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા આગળ જઈ રહેલ લકઝરી બસને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. લકઝરી બસને પાછળથી જોરદાર ટક્કર મારતા લકઝરી બસ રોડની સાઈડમાં ડિવાઈડર પર બેઠેલા લોકો પર ફરી વળી હતી.

 પોલીસ તેમજ ફાયર વિભાગ ઘટનાં સ્થળે

હાઈવે પરથી પસાર થઈ રહેલા લોકોએ અકસ્માત અંગેની જાણ પોલીસ તેમજ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગ તેમજ પોલીસ તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. પોલીસ દ્વારા તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી ટ્રાફિક ક્લીયર કર્યો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.