• બસ અને ટેન્કર ટકરાતા 30 લોકો ઘાયલ, 17 લોકોની હાલત અતિગંભીર

લખનૌ આગ્રા એક્સપ્રેસ વે પર બુધવારની સવારે ભીષણ અકસ્માતમાં સ્લીપર બસમાં સવાર 18 લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એ સમયે થયો જ્યારે સ્લીપર બસ મુસાફરોને લઈને દિલ્હી જઈ રહી હતી. અકસ્માત બાદ બંને ત્યાં એક્સપ્રેસ હાઇવે પર જ પલટી ગયા. બધાની સારવાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાંગરમઉમાં ચાલી રહી છે. દર્દનાક અકસ્માત બાદ પોલીસ ટીમ રેસ્ક્યુ ઓપરેશ કરી રહી છે.

બિહારના મોતિહારી જિલ્લામાં પિપરા કોઠીથી મજૂરોને લઈને દિલ્હીના ભજનપુર માટે બસ મંગળવારે સાંજે 5:00 વાગ્યે મજૂરોને લઈને રવાના થઈ હતી. બુધવારની સવારે 5 સ્લીપર બસ બહટા મુજાવર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં આગ્રા લખનૌ એક્સપ્રેસવે પર 247 કિમી દૂર ગઢા ગામ નજીક પહોંચી તો પાછળથી આવી રહેલા ટેન્કરે ટક્કર મારી દીધી. ગોઝારા અકસ્માત બાદ બસ ભારે ક્ષતિગ્રસ્ત થઈને પલટી ગઈ. અકસ્માત બાદ હાહાકાર મચી ગયો. મુસાફરો કોઈક રીતે પોતાનો જીવ બચાવીને બહાર નીકળ્યા.

પોલીસને ઘટનાની જાણકારી મળી તો ઘટનાસ્થળ પર રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું. અત્યાર સુધી 18 શબ્દ મોર્ચરી પર રાખવામાં આવ્યા છે. મૃતકોમાં 14 પુરુષ, 2 મહિલાઓ અને એક બાળક અને એક છોકરી સામેલ છે. અકસ્માત એટલો ગોઝારો હતો કે તેમાં સવાર 17 લોકોની હાલત અત્યારે પણ ગંભીર છે. ઘણા લોકોને પ્રાથમિક સારવાર બાદ જિલ્લા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસને રેસ્કયૂમાં કર્યું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.