- એમ્બ્યુલનસના ડ્રાઈવર અને દર્દીના સગા સહિત ત્રણને કાળ ભેટ્યો: મરણ ચીસોથી હાઇવે ગુંજી ઉઠ્યો
- સુરતથી આવતી બસ સાથે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એમ્બ્યુલન્સના પતરા ચીરી મૃતદેહ બહાર કાઢ્યા
ધારી પાસે આવેલા ખોડીયાર મંદિર પાસે એક ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે ઓજારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર દર્દીના સગા સહિત ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. ત્યારે ગમખરા અકસ્માતના કારણે એમ્બ્યુલન્સના પતરા ચીરી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી-ધારી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધારીના ખોડીયાર મંદિર નજીક વાવના પાટીયા પાસે ખાનગી બસ અને એમ્બ્યુલન્સ વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને દર્દીના સગા સહિત ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે અમરેલી ખસેડાયા છે. ઘટનાને પગલે પોલીસ અને સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.
આ ગોઝારા અકસ્માતમાં ધારીના શશીકાંત હસમુખ રાય રાજ્યગુરુ (ઉ.વ.49) અને વિશાલભાઈ ધીરુભાઈ જોષી (ઉ.વ.40) અને ડ્રાઈવર મહેશભાઈ પ્રજાપતિના કરુણ મોત નીપજ્યા હતા. ઘટનાના પગલે પોલીસનો કાફલો દોડી ગયો હતો અને મૃતદેહ બહાર કાઢવા માટે એમ્બ્યુલન્સના પતરા ચિરવા પડવા જેવું સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.