આઇબીએમની સોફટવેર લેબ્સનો ગિફટ સિટીમાં શુભારંભ કરાવતા મુખ્યમંત્રી: ભૂપેન્દ્ર પટેલ
અબતક, રાજકોટ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વખ્યાત આઇબીએમની સોફટવેર લેબ્સનો ગાંધીનગરના ગિફટ સિટીમાં શુભારંભ કરાવતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે વડાપ્રધાનએ આપેલા ડિઝીટલ ઇન્ડીયા મિશનમાં ગુજરાતે ડિઝીટલ ટ્રાન્સફોરમેશનમાં બેંચ માર્ક પ્રસ્થાપિત કર્યા છેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીના પ્રેસ્ટીજ ટાવરમાં કાર્યરત થઇ રહેલી આઇ.બી.એમ. સોફટવેર લેબનું ઉદઘાટન રાજ્યના સાયન્સ ટેક્નોલોજી મંત્રી જિતુભાઇ વાઘાણી, આઇ.બી.એમ.ના સિનીયર વાઇસ પ્રેસિડેન્ટ ટોમ રોસામિલીયા, નિકલ લામોરોકસની વિશેષ ઉપસ્થિતીમાં કર્યુ હતું.
મુખ્ય સચિવપંકજકુમાર, આઇ.બી.એમ. ઇન્ડીયાના સાઉથ એશિયાના એમ.ડી. સંદીપ પટેલ, ગિફટ સિટીના ચેરમેનસુધિર માંકડ, એમ.ડી તપન રે તેમજ સાયન્સ ટેકનોલોજી સચિવ વિજય નહેરા અને આમંત્રિતો આ અવસરે સહભાગી થયા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ યુવાશક્તિના આઇ.ટી સામર્થ્યને ભરોસે આ ડીકેડને ટેકેડ-ટેક્નોલોજીનો દસકો બનાવવાનો જે સંકલ્પ કર્યો છે તેમાં સ્કીલ્ડ બેઇઝડ લર્નિંગથી ગુજરાત પણ પોતાનું યોગદાન આપવા સજ્જ છે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, દેશમાં ડિઝીટલ ઇન્ડીયાની વાતો થતી હતી તે પહેલાં નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં ટેક્નોલોજી આધારિત ઇ-ગર્વનન્સનો મજબૂત પાયો નાંખી દીધો હતો.તેમણે કહ્યું કે વડાપ્રધાનના માર્ગદર્શનમાં ગુજરાતમાં આ સરકારે નવી આઇ.ટી. અને ઈંઝયજ પોલિસી બનાવી છે. આ પોલિસીના માધ્યમથી રાજ્યની આઇ.ટી ઇકોસિસ્ટમના વિકાસનો એક સાનુકુળ માહોલ તૈયાર કરવાનો અમારો ઉદેશ છે એમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી ગુજરાતમાં આઇ.ટી સેક્ટરના આઠ ગણા વિકાસ માટેનો લક્ષ્યાંક નિર્ધારીત કરવામાં આવ્યો છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે, ગુજરાતમાં એવું સુદ્રઢ આઇ.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવ્યું છે કે આ ક્ષેત્રે રોકાણો માટે ગુજરાત આવનારા હરેકના મુખ પર કાયમ સ્મિત જળવાઇ રહે અને તેમને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની અનૂભુતિ થાય.
તેમણે વડાપ્રધાનએ વિકસીત ભારત માટે આપેલા સંકલ્પની પૂર્તિ માટે આઝાદીના અમૃતકાળમાં આઇ.ટી. ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રદાન દ્વારા આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની નેમ પાર પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
મુખ્ય સચિવ પંકજકુમારે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આઇ.ટી. અને ઈંઝયજ પોલિસી, આઇ.ટી. ઇનેબલ્ડ સર્વિસીસ, ટ્રાન્સપેરન્ટ અને ડિઝીટલ ગર્વનન્સના આયામો સફળતાપૂર્વક પાર પડી રહ્યા છે તેની ભૂમિકા આપી હતી.
આઇબીએમના ટોમ રોસામિલિયાએ ગુજરાત અને ભારત સાથેના તેમના વ્યવસાયિક સાહસોની સફળતાની અપેક્ષા દર્શાવતાં ગુજરાત સરકારના મળી રહેલા સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.
મેનેજિંગ ડિરેકટર સંદીપ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઇના મંત્રT+IT=ITને ચરિતાર્થ કરવામાં ગુજરાતે ICT ઇન્ફ્રાસ્ટ્રકચરથી લીડ લઇને આ ક્ષેત્રે વ્યાપક રોકાણો મેળવ્યા છે તેમાં હવે આઇબીએમનો ઉમેરો થયો છે તેમ જણાવ્યું હતું.
ગિફટ સિટીના એમ.ડી તપન રે એ તથા સાયન્સ ટેક્નોલોજી સચિવ વિજય નહેરાએ આઇબીઆઇ ને ગિફટ સિટી અને રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી.