મ્યુચ્યુઅલ ફંડના રોકાણમાં મળતા ટેક્સ બેનિફિટ ઉપર સરકારની કાતર !!!
બેન્ક ડિપોઝીટમાં વધારો થવાની શક્યતા, કેન્દ્ર સરકારે ફાઇનાન્સ બીલમાં નવા સુધારા કર્યા
દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે સરકાર દ્વારા ફાઈનાન્સ બીલમાં અનેક બદલાવ કરવામાં આવ્યા છે. લોકસભામાં પસાર થયેલા આ 64 સુધારાઓ અર્થતંત્રને કેવી અસર પહોંચાડશે તે જાણવું પણ એટલું જ જરૂરી છે. હાલ સરકાર એક જ દિશા ઉપર આગળ વધી રહ્યું છે કે દેશનો આર્થિક વિકાસ જેમ બને તેમ વધુને વધુ થાય. 64 સુધારાઓ હાલ જે કરવામાં આવ્યા છે તેનાથી અનેક ફાયદાઓ દેશની અર્થવ્યવસ્થાને પહોંચશે.જેમાં ડેપ્ટ મ્યુચ્યુઅલ ફંડ કેપિટલ ગેઇન અને રોયલ્ટીમાં બદલાવ કરવામાં આવ્યો છે.
તેથી મ્યુચ્યુઅલ ફંડ ના રોકાણ ઉપર જે કર બેનિફિટ મળતો હતો તેના ઉપર સરકારે કાતર ફેરવી દીધી છે. સંસદમાં ગુરુવારે ફાઇનાન્સ બિલ- 2023 હંગામાને કારણે ચર્ચા વગર જ પાસ થયું હતું. તેમાં 64 સુધારા છે. 1 એપ્રિલ બાદ ડેટ ફંડમાં રોકાણ પર મળતી ટેક્સમાં છૂટ રદ થઇ જશે. હવે તે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગશે, જે ઇક્વિટીમાં એસેટના 35%થી ઓછું રોકાણ કરે છે.
અત્યારે તે લોન્ગ ટર્મ કેપિટલ ગેન ટેક્સના દાયરામાં છે. 1 એપ્રિલ બાદ આ પ્રકારના ફંડ્સમાં રોકાણ કરતા લોકો માટે ટેક્સ વધી જશે. આવકવેરાના સ્લેબ અનુસાર ટેક્સની ગણતરી થશે. તેમાં દરેક પ્રકારના ડેટ ફંડ્સ, ગોલ્ડ ઇટીએફ, ઇન્ટરનેશનલ ફંડ્સ, ડાયનેમિક્સ એસેટ એલોકેશન ફંડ તેમજ મલ્ટિ એસેટ ફંડ્સ સામેલ છે. દેશમાં અત્યારે આ ફંડ્સના રોકાણકારોની સંખ્યા 78.4 લાખ છે. આ લોકોનું ડેટ ફંડમાં રૂ.14 લાખ કરોડનું રોકાણ છે. વિશેષજ્ઞો અનુસાર આ નિર્ણય બાદ ઇક્વિટીમાં રોકાણ વધશે. એસટીટી 25 ટકા વધ્યો, દરેક ટ્રેડિંગ પર 400 રૂ. વધુ આપવા પડશે
ફાઇનાન્સ બિલ 2023માં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ કે જેઓ તેમની સંપત્તિના 35 ટકાથી ઓછી રકમ ઇક્વિટીમાં રોકાણ કરે છે. આવા રોકાણકારોને લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સથી અલગ રાખવાનો પ્રસ્તાવ છે. આ રીતે મ્યુચ્યુઅલ ફંડ પર માત્ર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગુ થશે. આવી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓના ધારકો. જેઓ ગૃહની મંજૂરી મેળવ્યા પછી તેમની સંપત્તિના 35 ટકા ઇક્વિટી શેર્સમાં રોકાણ કરે છે. તેમના પર સ્લેબ મુજબ ટેક્સ લાગશે.
શુક્રવારે લોકસભામાં પસાર કરવામાં આવેલા ફઈનાન્સ બિલ 2023માં કુલ 64 સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં નેશનલ પેન્શન સ્કીમની સમીક્ષા માટે ફાઈનાન્સ સેક્રેટરીની આગેવાની હેઠળ કમિટીની સ્થાપના સહિત ગુડ્ઝ એન્ડ સર્વિસિઝ ટેક્સ એપલેટ ટ્રિબ્યૂનલની સ્થાપનાનો સમાવેશ થાય છે. હવે આ ખરડો રાજ્યસભાની મંજૂરી માટે મોકલવામાં આવશે.
ફાઇનાન્સ બિલમાં થયેલા સુધારાની ઝલક
- ડેટ ફંડથી ઉદ્ભવિત થતી આવકને કરતાતાઓના ટેક્સ સ્લેબ પ્રમાણે જ ટેક્સેબલ કરાશે
- તમામ સુધારાઓ આગામી નાણાકીય વર્ષ 2024 થી અમલી બનાવવામાં આવશે
- ડેટ ફંડમાં રોકાણનું પ્રમાણ ઘટશે જ્યારે ડિપોઝિટ નું પ્રમાણ વધુ જોવા મળશે.
- બહુરાષ્ટ્રીય કંપનીઓએ રોયલ્ટી ઉપર 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે
- યુએસ અને યુકેની કંપની ઉપર ભારત 15 ટકા ટેક્સ લાદસે છે.
- એવા દેશો કે જેમની સાથે કોઈ પણ પ્રકારના કરારો ન કરેલા હોય તેમને પણ ૨૦ ટકાનો વિથહોલ્ડિંગ ટેક્સ ચૂકવવો પડશે
જીએસટી અપીલેટ ટ્રીબ્યુનલમાં જજોની સત્તા વધારાશે
જીએસટીના કેશોનો ભરાવો ન થાય તે માટે અપીલેટ ટ્રીબ્યુનલ ના ન્યાયાધીશોને વધુ સત્તા આપવામાં આવશે જેમાં તેઓ 50 લાખ સુધીની રકમના કેસોની સત્તા મેમ્બર બેન્ચને સોંપવામાં આવશે જેથી આ પ્રકારના કેસોનું ભારણ ઘટે અને હાઇકોર્ટમાં જે કેસો જઈ રહ્યા છે તે પણ ન જાય. બીજી તરફ સરકાર અપીલેટ ટ્રિબ્યુનલોની સંખ્યામાં પણ વધારો કરશે. અભિલે ટ્રિબ્યુનલ ઉભા થતા જ જે પડતર કેશો જે છે તેમાં ઘટાડો નોંધાશે એટલું જ નહીં જે ટેક્સ ગોલ્ડન છે તે પણ ઓછું થશે હાલના તબક્કે હાઈકોર્ટમાં કેસોનો ભરાવો વધ્યો છે જેમાં પણ મહદ અંશે ઘટાડો આવશે.
રોયલ્ટી ઉસેડતી બહુરાષ્ટ્રીય કંપનીઓએ બમણો ટેક્સ ચૂકવવો પડશે.
બહુરાષ્ટ્રીય કંપનીઓ કે જે ખૂબ મોટા પ્રમાણમાં નાળા ઉસેડી જતી હતી તેને હવે રોયલ્ટી ઉપર બમણો ટેક્સ ચૂકવવો પડશે. અત્યાર સુધી 10 ટકા રોયલ્ટી તેઓએ ભરવી પડતી હતી પરંતુ હવે તે રોયલ્ટીમાં પાંચ ટકાનો વધારો કરી 15 ટકા નિર્ધારિત કરવામાં આવ્યા છે. અત્યાર સુધી સ્થાનિક કંપનીઓને જે રીતે લાભ મળવો જોઈએ તે મળતો ન હતો પરંતુ ટેકનિકલ સર્વિસ આપતી કંપનીઓ ઉપર વધુ રોયલ્ટી વસૂલવામાં આવશે. ની તરફ અત્યારના ટેકનિકલ સર્વિસ ની ફી પેટે ૧૦ ટકા વસૂલવામાં આવતા હતા ત્યારે હવે બહુ રાષ્ટ્રીય કંપનીઓ પાસેથી 20 ટકા ફી વસૂલવામાં આવશે.
લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર ટેક્સનો લાભ નહીં મળે
જે મ્યુચ્યુઅલ ફ્ંડ સ્કીમ 35 ટકા કે તેથી નીચી રકમ ઈક્વિટી શેર્સમાં રોકાણ ધરાવતી હશે તેના પર રોકાણકારના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગુ પડશે અને તેને શોર્ટ-ટર્મ કેપિટલ ગેઈન્સ તરીકે ગણનામાં લેવામાં આવશે. તે બેંક એફ્ડી માફ્ક જ રહેશે. તે 1 એપ્રિલ પછી કરવામાં આવેલા રોકાણ પર લાગુ પડશે. 1 એપ્રિલથી ડેટ એમએફ્ ઈન્વેસ્ટમેન્ટ્સ પર ઈન્ડેક્સેશનનો લાભ પણ નહીં મળે.
7 લાખથી વધુ આવક ધરાવતા લોકોને મળશે રાહત
સરકારે આવકવેરા માં અનેક બદલાવ કરેલા છે ત્યારે ફાઇનાન્સ બિલ 2023 માં સાત લાખ સુધીની આવક લોકોને ફાયદો પણ પહોંચશે તેનું મુખ્ય કારણ એ છે કે સાત લાખ સુધીની આવક નવા ટેક્સ લેબમાં નહીં પરંતુ જૂના ટેક્સ લેબમાં યથાવત રાખવામાં આવી છે અને સામે સાત લાખથી આવક થોડા અંશે વધુ હોય તો પણ તે વ્યક્તિને કરમાંથી રાહત મળશે.
ગિફ્ટ સિટીમાં અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી રોકાણ કરે તો તેમને કેપિટલ ગેઈન ટેક્સનો લાભ મળશે
કેન્દ્ર સરકારે એક વિશેષ જોગવાઈ પણ કરી છે જેમાં ગિફ્ટ સિટીમાં અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા રોકાણ કરવામાં આવશે અથવા તો ભરી લોકેટ કરાશે તો તેઓને કેપિટલ ગેન ટેક્સનો લાભ પણ મળશે. એટલું જ નહીં અબુધાબીની કોઈપણ કંપનીમાં અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી એકાંકી રીતે અથવા તો જે તે કંપનીમાં તે શેર ધરાવતા હોય અથવા કોઈપણ રીતે જોડાયેલા હોય તો તે કંપનીને પણ લાભ આપવામાં આવશે તેવું નાણામંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.