ફી મુદ્દે આવતીકાલે હાઈકોર્ટ અંતિમ નિર્ણય જાહેર કરે તેવી શકયતા
કોરોનાની મહામારીનાં કારણે રાજય સહિત દેશભરમાં શાળા-કોલેજો છેલ્લા ચાર માસથી બંધ છે ત્યારે રાજયની તમામ કોલેજો બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન શિક્ષણ અને ફી મુદ્દે સ્કુલ સંચાલકો અને વાલીઓ વચ્ચે અને સરકાર વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે. ઓનલાઈન શિક્ષણ અંગે આજે ગુજરાત હાઈકોર્ટે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, ઓનલાઈન શિક્ષણનો નિર્ણય યોગ્ય છે પરંતુ ફી ભરવા મુદ્દે રાજય સરકાર દ્વારા વાલીઓને મદદ કરવાની પણ હાઈકોર્ટે ટકોર કરી છે.
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર ફી મામલે જો યોગ્ય માળખું ઉભુ કરે તો આવા પ્રશ્ર્ન ઉપસ્થિત ન થાય. કોર્ટે ફી મુદ્દે સરકારનાં વલણને પ્રથમ દર્શનીય રીતે ગેરવ્યાજબી ગણાવ્યું છે જોકે હજુ આવતીકાલે હાઈકોર્ટ ફી મામલે અંતિમ નિર્ણય લેશે. છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી રાજયનાં શાળા સંચાલકોએ ઓનલાઈન શિક્ષણ આપતાની સાથો સાથ ફી લેવાનું પણ શ કર્યું છે. આ મામલે અનેક વાલીઓએ સરકારમાં રજુઆત કરી હતી પરંતુ સરકાર પણ હાલ તો આ મામલે મૌન જ ધારણ કર્યું છે ત્યારે વાલીઓ નટારા બનીને ફી ભરી ઓનલાઈન શિક્ષણ પોતાના બાળકોને આપે છે. રાજય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે, સરકાર કેન્દ્રીય વિભાગો તરફથી જાહેર થયેલી માર્ગદર્શીકાને અનુસરશે. વાસ્તવિક રીતે સ્કુલો શ ન થાય ત્યાં સુધી કોઈપણ સ્કુલ ફી લઈ શકશે નહીં. આ ઉપરાંત પ્રાઈમરીમાં બાળકો માટે રિશેષ સાથેનાં બે સેશનો રાખવાની તાકીદ કરી છે ત્યારબાદ રાજય સરકારે ખાનગી સ્કુલોનાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો હતો જોકે વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે ગત સોમવારથી ખાનગી શાળા સંચાલકોએ ફરીથી ઓનલાઈન શિક્ષણ શ કર્યું હતું અને ૨૭મી જુલાઈથી ફરી ઓનલાઈન એજયુકેશન આપવાની શઆત કરવામાં આવી હતી. આવતીકાલનાં હાઈકોર્ટના ચુકાદા પર વાલીઓ, વિદ્યાર્થી અને શિક્ષકો તેમજ શાળા સંચાલકોની મીટ છે.