લોક આરોગ્ય માટે જોખમી ગણાતી ૨૭ જંતુનાશક દવાઓ પર કેન્દ્રીય કૃષિ મંત્રાલયે તાજેતરમાં પ્રતિબંધ મૂકયો છે
કુષિપ્રધાન ગણાતા આપણા દેશ ભારતમાં જંતુનાશક દવાઓનું વિશાળ માકેટ છે જેથી, દેશમાં અનેક જંતુનાશક દવાઓ બનાવતી કંપનીઓ કાર્યરત છે અને આ ઉદ્યોગ વાર્ષિક રૂ૪૨ હજાર કરોડનો મનાય છે. જેમાંથી આશરે રૂ૨૦ હજાર કરોડની જંતુનાશક દવાઓ વિવિધ દેશોમાં નિકાસ થાય છે. તાજેતરમાં કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયે અતિ નુકશાનકારી ગણાતી ૨૭ જેટલી જંતુનાશક દવાઓનાં ઉપયોગ પર પ્રતિબંધ મૂકયો છે. જેથી આવી જંતુનાશક દવા બનાવનારા ઉત્પાદકોની માંગ પર સરકારે આવી પ્રતિબંધીત જંતુનાશક દવાઓને અન્ય દેશોમાં નિકાસ માટેની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે એક વેબિનારમાં સંબોધતા જણાવ્યું હતુ.સરકાર દ્વારા વિદેશી હુંડિયામણ બચત અને રોકડીયાવ્યવહારને પ્રોત્સાહન આપવા માટે ઘરેલુ બજારમાં પ્રતિબંધીત ગણાતી જંતુનાશક દવાઓનાં નિકાસ માટે મંજૂરી આપશે કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગૂરૂવારે ધંદુકા અંગ્રેટેક ખાતે સીસીઅઈ દ્વારા આયોજીત વેબીનાર સેમીનારને સંબોધતા જણાવ્યુ હતુ કે કૃષિ મંત્રાલય પ્રતિબંધીત જંતુનાશક દવાઓનાં નિકાસની રોકડથી રોકડ વિનિમય માટે પરવાનગી આપશે તેમણે જણાવ્યું હતુ કે ૨૭ પ્રતિબંધીત દવાઓનાં વેચાણની મંજૂરી અને સુચનો મોકલવાની ૧૪મી મેના આદેશમાં મુદત વધારી દેવામાં આવી છે. આ પ્રતિબંધ જાહેરનમાની અંતિમ તારીખથી લાગુ પડશે.
માનવીઓ અને પ્રાણીઓ માટે જેનો વપરાશ જોખમી બને છે તેવા ૨૭ જંતુનાશક દવાઓનાં ઉપયોગ અંગે વિવિધ સંસ્થાઓ અને પક્ષકારો પાસેથી ૪૫ દિવસમાં સુચનો મંગાવવામાં આવ્યા છે. કૃષિ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતુ કે આ જાહેરનામામાં સુચનો મંગાવવાની મુદતમાં ૯૦ દિવસનો વધારો કરવાની જાહેરાત હુકમ પ્રસિધ્ધ કરવામા આવશે. આઅંગે પ્રેસ્ટીસાઈઝ મેનેજમેન્ટ બિલ સંસદમા રજૂ કરવામાં આવશે. તેમાં સરકાર દંડ અને સજાની જોગવાઈ માટે વિચારી રહી છે. તેમ છતાં ઉદ્યોગોને પોતાના સુચનો મોકલવાનું જણાવાયું છે. મંત્રીએ સરકારી અને ખાનગી ધોરણે ચાલતી સંશોધન સંસ્થાઓ અને વૈજ્ઞાનિકોને કૃષિ રસાયણીક ક્ષેત્રમાં વધુ ને વધુ સંશોધનની હિમાયત કરી હતી. ભારતીય કૃષિ વિભાગે દેશની રવિપાકની ફસલમાં વધારો અને રાષ્ટ્ર વ્યાપી લોકડાઉનની અસર ખરીફ પાકોમા દેખાવા દીધી નથી. તેમને કૃષિ ક્ષેત્રે જીડીપીને પણ વધારશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
ધંધુકા એગ્રીટેક ચેરમેન આર.જી. અગ્રવાલે જણાવ્યું હતુકે આ પ્રતિબંધની અસર ખેડુતો અને ઉત્પાદકો બંનેને થશે ૨૭માંથી ઓછામાં ઓછી ૧૨ જંતુનાશક દવાઓ કૃષિ ઉત્પાદક દેશોમા મોટા પ્રમાણમાં વપરાય છે. તેમણે સરકાર સમક્ષ આ પ્રતિબંધ મુલત્વી રાખવાની માંગ કરી હતી. જંતુનાશક દવાઓ પનરના પ્રતિબંધના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને પ્રતિબંધથી રૂ૬ હજાર કરોડ રૂ.ના વાર્ષિક વ્યવસાયને અસર કરશે એ તેનો સીધો ફાયદો ચીનને થશે તેવો દાવો કર્યો હતો. ખેડુતોને જંતુનાશ દવાઓ માટે ચાર ગણી કિંમતો ચૂકવવી પડશે.
જંતુનાશક દવા ઉત્પાદક મંડળના પ્રમુખ પ્રદિપ દવેએ ૨૭ પ્રતિબંધીત દવઓનં નિર્ણય પર ઉચ્ચસ્તરીય વૈજ્ઞાનિક સમિતિના નિર્ણયની સમિક્ષા કરવાની માંગ કરી હતી. આ મુસદા મેકિંગ ઈન્ડીયાના ક્ધસેપ્ટને હતાશ કરનારો બની રહેશે. સાથેસાથે આત્મનિર્ભર ભારત અને વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાના લક્ષ્યને પણ અસરગ્રસ્ત કરશે. ૨૭ જંતુનાશક્ની છ હજાર કરોડ રૂ.ની બજારમાં ચાર હજાર કરોડ રૂપીયાનું સ્થાનિક વેચાણ અને ૨૦૦૦ કરોડ રૂ.ની નિકાસ ગુમાવી દેશુ તેમ દવેએ જણાવ્યું હતુ.
ઔદ્યોગિક આંકડાઓ મુજબ ભારતની જંતુનાશક દવાઓનું કુલ માર્કેટ ૪૦ થી ૪૨ હજાર કરોડનું છે. જેમાંથી અડધા ઉપરાંતનો હિસ્સો સ્થાનિક વેચાણનું છે. અને બાકીનું નિકાસ થાય છે. જે ૨૭ દવાઓના સ્થાનિક વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તેનું ૬ હજારકરોડનું વેચાણ છે.જેમાંથી ચાર હજાર કરોડની દવા સ્થાનિક ધોરણે વેચાય છે. અને ૨૦૦૦ કરોડની નિકાસ થાય છે.
સરકારના આ નિર્ણયથી સ્થાનિક વ્યપાર નહિ થાય સરકાર દેશમાં પ્રતિબંધીત ૨૭ જંતુનાશક દવાઓને રોકડીયા વ્યવહાર અને હુંડિયામણ માટે નિકાસ કરવાની છૂટ અપવાની તૈયારી દર્શાવી છે.