વર્ષ 2021-22માં 143 કેસોનું નિવારણ લાવવા 560 દિવસનો સમય લાગ્યો !!!
દેવાદાર તેનું દેવું ચૂકવવા માટે અસમર્થ છે તેવી અદાલત દ્વારા વિધિપૂર્વકની જાહેરાત કરવામાં આવે તો જે તે વ્યક્તિ અથવા પેઢીને નાદાર જાહેર કરવામાં આવે છે . દેવાદારની કુલ મિલકતો કરતાં તેની કુલ જવાબદારી વધારે હોય તેવી પરિસ્થિતિમાં તેની મિલકતો લેણદારોમાં કરકસરપૂર્વક અને ન્યાયોચિત ધોરણે વહેંચી શકાય તથા તે પોતાની બધી મિલકતો સોંપી દે તો અદાલત તેને દેવામાંથી મુક્ત કરે ત્યાર પછી તરત જ તે પોતાના આર્થિક વ્યવહારોની નવેસરથી શરૂઆત કરી શકે તે હેતુથી દરેક સભ્ય સમાજમાં નાદારીના કાયદા ઘડવામાં આવ્યા છે. ભારતમાં મુખ્ય શહેરો કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈ માટે પ્રેસિડન્સી ટાઉન્સ ઇન્સોલ્વન્સી ઍક્ટ, 1909 અને તે સિવાયનાં બાકીનાં બધાં સ્થળો માટે પ્રોવિન્શિયલ ઇન્સોલ્વન્સી ઍક્ટ, 1920 ઘડવામાં આવ્યા છે. આ બંને કાયદાઓ લગભગ સરખા છે, પરંતુ અદાલતની કાર્યવહી કરવા અંગેની વિધિની બાબતમાં તેમનામાં થોડો તફાવત છે. આ કાયદાઓ બ્રિટનના બેન્કરપ્સી લો ઉપર આધારિત છે. બ્રિટિશ કાયદામાં વાપરેલા બેન્કરપ્સી અને બેન્કરપ્ટ શબ્દોના બદલે ભારતીય કાયદામાં ઇન્સોલ્વન્સી અને ઇન્સોલ્વન્ટ શબ્દોનો ઉપયોગ કર્યો છે.
હાલના સમયમાં નાદારી કાયદા હેઠળ જે કેસો નોંધાયેલા છે તેને નિવારવા માટે હાલ ઘણો સમય લાગી રહ્યો છે. ત્યારે સમય અવધિ ઘટાડવા સરકાર નાદારી કાયદાની અમલવારી કરશે. વર્ષ 2016માં સરકારે નાદારી કાયદામાં સુધારો કર્યો હતો જેની અમલવારી આગામી બજેટ બાદ શરૂ કરવામાં આવશે. હાલ સરકાર આ કાયદા અંગે દેશના સ્ટેકહોલ્ડર, બેંકર, વકીલો સાથે વિચાર વિમર્શ કરી રહ્યું છે. ત્યારે આ કાયદો આગામી બજેટમાં મુકવામાં આવશે. લિટીગેસન થયેલા કેસોમાં સમય અવધિ વધી જતી હોવાના કારણે ઝડપી ન્યાય મળતો નથી. જેના માટે સરકાર નાદારી કાયદાની અમલવારી કરવાનું નક્કી કર્યું છે. કાયદામાં કયા પ્રકારનો બદલાવ લાવો તે આગામી સપ્તાહમાં નક્કી થઈ જશે અને સરકારનો મુખ્ય હેતુ એ જ છે કે નાદારી કેસોમાં જે નિવારણનો સમય છે તે ઘટાડી દેવામાં આવે જેથી વધુને વધુ કેસોનો નિકાલ શક્ય બને.
ઇનસોલ્વન્સી એન્ડ બેનકરપસી બોર્ડ ઓફ ઇન્ડિયા ના આંકડાકીય માહિતી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં 553 કેસને નિવારવામાં આવ્યા હતા. જેનો એવરેજ સમય 473 દિવસ નોંધાયો હતો. ચાલુ નાણાકીય વર્ષના સપટેમ્બર મહિના સુધીમાં 57 કેસને નિવારવામાં આવ્યા હતા. જેમાં એવરેજ સમય 679 દિવસનો રહ્યો હતો. કેસમાં વધુ સમય લાગવાનું મુખ્ય કારણ એ જ છે કે લીટીકેશનના પ્રશ્નો જે રીતે ઝડપથી આગળ વધ્યા છે તેના કારણે સમય સુધીમાં વધારો નોંધાયો છે. વર્ષ 2020-21 માં 120 નાદારી કેસોને 468 દિવસમાં નિવારવામાં આવ્યા હતા. જ્યારે વર્ષ 2021 22 માં 143 કેસોને નિવારવા માટે સરકારને 560 દિવસનો સમય લાગ્યો હતો. ઇન્સ્ટોલ બનશે અને બેંક તરફથી કોડ માટે નાદારી કહેશો ને નિવારવાનો સમય 330 દિવસનો છે જો તે કેસમાં લીટીગેશન હોય તો પણ. સમય અવધી વધુને વધુ ઓછી થાય તે માટે સરકાર દ્વારા નાદારી કાયદાની ચુસ્ત અમલવારી કરવામાં આવશે. જ નહીં સામે રિકવરી રેક પણ 31 ટકા જેટલો નોંધાયો છે.