સરકારના આંકડા 4.8 લાખ v/s WHOના આંકડા 47 લાખ
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટે ખડખડાટ મચાવી દીધો, ઓછા વસ્તી ધરાવતા દેશોમાં ઉપયોગમાં લેવાયેલી પદ્ધતિ ભારતમાં પણ અમલી બનાવી ‘તી !!!
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોના માં મૃત્યુ થયેલા લોકો અંગેનો જે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે એટલું જ નહીં ભારતે સંસ્થાને તાકીદ કરતાં પણ જણાવ્યું હતું કે તેમના દ્વારા જે પદ્ધતિથી રિપોર્ટ જાહેર કરાયો છે તે પદ્ધતિ દરેક દેશ માટે એક સમાન ન હોઈ શકે. તે તરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને દરેક શહેરો માં જે મૃત્યુ આંક છે તે પ્રતિ લાખ વ્યક્તિ માંથી બહાર લાવવામાં આવેલા છે પરંતુ ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં કરોડો લોકો રહી રહ્યા છે ત્યારે તેની વસ્તી ગણતરી અને ભારત દેશમાં કોરોના થી મૃત્યુ પામેલા લોકોની ગણતરી પ્રતિ એક કરોડ લોકો માંથી થવી જોઈએ.
કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ને અનેક વખત તાકીદ કરવામાં આવેલું છે પરંતુ ડબલ્યુ એફ એ વાત ઉપર પોતાનું સ્ટેન્ડ ક્લીયર રાખે છે કે ભારતે એ લોકો ના મૃત્યુ ના આંકડા જાહેર નથી કર્યા કે જેઓ નું મૃત્યુ કોરોના થી નહીં પરંતુ અન્ય કોઇ કારણોથી થયું હોય. હાલ સરકાર માથું ખંજવાળી રહી છે કારણ કે ત્રણ શહેરમાં ભારતીયોનો મૃત્યુદર અન્ય દેશોની સરખામણીમાં ખુબ જ ઓછો છે છતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રેકોર્ડ પ્રમાણે ૪૭ લાખ લોકો કોરોનામાં મૃત્યુને ભેટ્યા છે.
બીજું સૌથી મોટું કારણ એ પણ છે કે પ્રથમ અને બીજી લહેર માં યુરોપ અને અમેરિકામાં કોરોના થી મૃત્યુ થવાના કિસ્સાઓ ખૂબ જ વધુ જોવા મળ્યા હતા અને અમેરિકામાં પ્રથમ લહેરમાં ખૂબ વધુ ઉતાર-ચડાવ પણ થયેલા હતા ત્યારે ભારતમાં તે સમયગાળામાં મૃત્યુઆંક ખૂબ જ ઓછો હતો ત્યારે સરકારી આંકડા મુજબ ભારતમાં કોરોના થી મૃત્યુ ગામના લોકોનો આંકડો 4.7 લાખ છે પરંતુ તે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ મુજબ 47 લાખનો નોંધાયો છે.
ડબલ્યુએચઓએ જાહેર કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2021ના સમયગાળામાં લગભગ 47 લાખ લોકોના મોત થયા છે, જે સત્તાવાર રીતે આપવામાં આવેલા આંકડા કરતા લગભગ 10 ગણા વધારે છે. દેશના ટોચના આરોગ્ય નિષ્ણાતોએ ભારતમાં કોરોના અથવા તેની અસરોને કારણે 47 લાખ લોકોના મૃત્યુના અંદાજ માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઉપયોગમાં લેવાતી ‘મોડેલિંગ’ પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે.
ઘણા વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં સૌથી ઓછો મૃત્યુદર (પ્રતી 10 લાખ ) છે. ડબ્લ્યુએચઓ પાસે પણ આ સંબંધમાં કોઈ વ્યાખ્યા નહોતી. રણદીપ ગુલેરિયાએ પણ રિપોર્ટ સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે ભારતમાં જન્મ અને મૃત્યુ નોંધણીની ખૂબ જ મજબૂત સિસ્ટમ છે અને તે આંકડાઓ ઉપલબ્ધ છે, પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ તે આંકડાઓનો ઉપયોગ કર્યો નથી.