ડેટા પ્રોટેક્શન બિલ હેઠળ નાગરિકોની ગોપનીયતાનું ઉલ્લંઘન કરી શકશે નહીં
લોકોના ડેટા સુરક્ષિત રહે અને ભારત દેશમાં જ ડેટા સેન્ટરો ઉભા થાય તે માટે સરકારે ડેટા પ્રોટેક્શન બિલની અમલવારી કરી છે અને તે અંગેનો ખરડો પણ પસાર કરાવ્યો છે. ડેટા પ્રોટેકશન બિલ અંતર્ગત ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ લોકોના ખાનગી ડેટાની ચકાસણી નહીં કરી શકે પરંતુ કોઈ અપવાદરૂપ કેસોમાં જ સરકારને પરવાનગી આપવામાં આવી છે.
સરકાર સૂચિત ડેટા પ્રોટેક્શન બિલ હેઠળ નાગરિકોની ગોપનીયતાનું ઉલ્લંઘન કરી શકશે નહીં અને વ્યક્તિગત ડેટા અથવા વિગતોની ચકાસણી માત્ર ને માત્ર અપવાદ અથવા અસાધારણ સંજોગોમાં જ કરવા માટે પરવાનગી મળશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે આ અંગે માહિતી અવપી હતી. એટલુંજ નહીં મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય સુરક્ષા, રોગચાળો અને કુદરતી આફત જેવા સંજોગોમાં જ નાગરિકોના વ્યક્તિગત ડેટાને એક્સેસ કરી શકે છે. ઓનલાઈન ચર્ચા દરમિયાન કેન્દ્રીય રાજ્ય મંત્રીએ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, નેશનલ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક પોલિસીમાં ડેટા સાથે ગોપનીય રીતે વ્યવહાર કરવાની જોગવાઈ છે. તે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ-2022ના ડ્રાફ્ટનો ભાગ નથી.
રાજીવ ચંદ્રશેખરે એ પણ સ્પષ્ટ કર્યું કે સૂચિત ડેટા પ્રોટેક્શન બોર્ડ સ્વતંત્ર હશે અને તેમાં કોઈ સરકારી અધિકારીનો સમાવેશ નહીં થાય. આ બોર્ડ ડેટા પ્રોટેક્શન સંબંધિત બાબતો પર ધ્યાન આપશે. શનિવારે સાંજે ટ્વિટર લાઈવ પર ગોપનીયતા સંબંધિત પ્રશ્નોના જવાબ આપતા મંત્રીએ ડીપીડીપી બિલ-2022ના ડ્રાફ્ટ પર સરકારના વલણને સ્પષ્ટ કરતી વખતે આ વાત કહી હતી.સરકાર આ કાયદા દ્વારા નાગરિકોની ગોપનીયતાનું અનિવાર્યપણે ઉલ્લંઘન કરવા માંગે છે. શું તે શક્ય છે? તે પ્રશ્ન છે. જવાબ છે ના. બિલ અને કાયદો ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે કયા અસાધારણ સંજોગોમાં સરકાર ભારતીય નાગરિકોના અંગત ડેટાની ઍક્સેસ મેળવી શકે છે. રાષ્ટ્રીય સુરક્ષા, રોગચાળો, આરોગ્ય સંભાળ, કુદરતી આપત્તિ.
ચંદ્રશેખરે કહ્યું, આ અપવાદો છે. જેમ અભિવ્યક્તિની સ્વતંત્રતા નિરપેક્ષ નથી અને વાજબી પ્રતિબંધોને આધીન છે, તેવી જ રીતે ડેટા સંરક્ષણનો અધિકાર પણ છે. ડ્રાફ્ટ ડીપીડીપી બિલ સરકાર દ્વારા ડેટા ફિડ્યુશિયરી તરીકે સૂચિત કરાયેલ કેટલીક સંસ્થાઓને ડેટા સંગ્રહના હેતુ માટે વિગતોની વહેંચણી સહિત વિવિધ અનુપાલનમાંથી મુક્તિ આપે છે. જોગવાઈઓ કે જેમાંથી સરકાર દ્વારા સૂચિત સંસ્થાઓને મુક્તિ આપવામાં આવશે તે માહિતી સંગ્રહ, બાળકોના ડેટાના સંગ્રહ, જાહેર વ્યવસ્થા માટે જોખમ મૂલ્યાંકન, ડેટા ઓડિટરની નિમણૂક વગેરેના હેતુ વિશે વ્યક્તિને જાણ કરવાસંબંધિત છે.