શું સીટબેલ્ટ લગાવવું જરૂરી?
ઈ-કોમર્સ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પરથી કાર સીટ બેલ્ટ એલાર્મ ડિએક્ટિવેશન ડિવાઈસને દૂર કરવાનો આદેશ
12 મે ઈ-કોમર્સ કંપનીઓ તેમના પ્લેટફોર્મ પરથી કાર સીટ બેલ્ટ એલાર્મ બંધ કરતા ઉપકરણો વેચી શકશે નહીં. કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેટર(સીસીપીએ)એ એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત પાંચ ઈ-કોમર્સ કંપનીઓને તેમના પ્લેટફોર્મ પરથી આવા ટૂલ્સ દૂર કરવાનો આદેશ આપ્યો છે. નિયમનકારે જણાવ્યું હતું કે આ ઉપકરણો જ્યારે સીટ બેલ્ટ ન પહેરવામાં આવે ત્યારે એલાર્મનો અવાજ બંધ કરે છે, જેનાથી મુસાફરોની સલામતી સાથે ચેડા થાય છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, શોપક્લુઝ અને મીશોને તેમના પ્લેટફોર્મ પરથી કાર સીટ બેલ્ટ ‘સ્ટોપર ક્લિપ્સ’ અને સંબંધિત એક્સેસરીઝને કાયમી ધોરણે દૂર કરવા જણાવ્યું છે.
આ આદેશ બાદ પાંચ ઈ-કોમર્સ કંપનીઓએ તેમના પ્લેટફોર્મ પરથી 13,118 કાર સીટ બેલ્ટ એલાર્મ સ્ટોપર ક્લિપ્સ દૂર કરી છે. જ્યારે એમેઝોને આવી 8,095 ક્લિપ્સ દૂર કરી છે, ત્યારે ફ્લિપકાર્ટે લગભગ 5,000 ક્લિપ્સ દૂર કરી છે, એમ નિયમનકારે એક નિવેદનમાં જણાવ્યું હતું. આ ઉપરાંત સીસીપીએએ રાજ્યોના મુખ્ય સચિવો અને જિલ્લા મેજિસ્ટ્રેટને પણ પત્ર લખીને આવા ઉપકરણોનું ઉત્પાદન અને વેચાણ કરનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.