નોટબંધી બાદ કાળાને ધોળા કરવાનો ખેલ પાર પાડનાર કંપનીઓ સરકારની રડારમાં: આરબીઆઈ, સીબીડીટી અને ઈન્ટેલીજન્સ એજન્સીઓ હા મિલાવી ભરશે પગલા

સરકાર કાળા નાણાના દુષણ સામે લડવા કડક પગલા લેવાનો નિર્ધાર કરી ચૂકી છે. કાળા નાણાની હેરફેર તેમજ મની લોન્ડરીંગમાં સંડોવાયેલી ૭ લાખ જેટલી કંપનીઓ ઉપર સરકાર પ્રતિબંધ લાદવા જઈ રહી છે. આ કંપનીઓ ઉપર સરકારી એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. કાળા હાથ કરનાર આ ૭ લાખ કંપનીઓ દ્વારા નોટબંધી દરમિયાન હાઈ વેલ્યુ ટ્રાન્જેકશન અને બહોળા પ્રમાણમાં મોટી રકમનું ટ્રાન્જેકશન યું હોવાનું સરકારના ધ્યાનમાં આવ્યું છે.

દેશમાં ૧૫ લાખ રજિસ્ટર્ડ કંપનીઓની તપાસ દરમિયાન સરકારે અનેક ગોટાળાની વિગતો મેળવી છે. સરકાર સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટેકસીસ સહિતની કંપનીઓના માધ્યમી ૭ લાખ એટલે કે રજિસ્ટર્ડ યેલી ૪૦ ટકા કંપનીઓ ઉપર તવાઈ લાવવાની તૈયારીમાં છે. સરકારે રૂ.૫૦૦ અને ૧૦૦૦ની નોટો બંધ કર્યા બાદ આ ૭૦૦ જેટલી કંપનીઓમાં બહોળા ર્આકિ વહીવટો યા હતા. કરોડો રૂપિયાની હેરફેર સરકારની નજરમાં છે. આ કંપનીઓના એન્યુઅલ રીપોર્ટ પણ સરકાર તપાસી રહી છે.

આરબીઆઈ ઈન્ટેલીઝન્સ બ્યુરો અને સીબીડીટી આ તપાસ માટે હા મિલાવી કામ કરી રહી છે. આ કંપનીઓને શેલ કંપનીઓ તરીકે ઓળખવામાં આવે છે. કંપનીઓ કોઈ બિઝનેશ ચલાવતી હોતી ની. માત્ર નાણાની હેરફેરમાં આ કંપનીઓ કામગીરી કરે છે. નોટબંધી બાદ કાળા નાણાની હેરફેરમાં આવી કંપનીઓની મોટાપાયે સંડોવણી ખુલી હતી. હવે સરકાર કુલ ૭ લાખ જેટલી કંપનીઓ પર તવાઈ ઉતારવાના મુડમાં

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.