આગામી સુનાવણી 18 સપ્ટેમ્બરના રોજ યોજાશે

રિલાયન્સ અને ડચની બીજી કંપની વિરુદ્ધ સરકારે હાઇકોર્ટના વાર ખખડાવ્યા છે કારણ કે રિલાઇન્સ અને અન્ય કંપની ગેસ એક્સપ્લોરેશનની રોયલ્ટી અને તેનો બાકી રહે તો કર કે જે રૂપિયા 40,000 કરોડ રૂપિયા પહોંચ્યો છે તેની વસુલાત થઈ શકી નથી અને પરિણામ સ્વરૂપે સરકારે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. હજી તરફ હાઇકોર્ટે પણ આ અંગેની સુનાવણી તારીખ 18 સપ્ટેમ્બર ના રોજ કરવાનો નિર્ણય લીધો છે.

સરકારે અરબ સાગરમાં આવેલ પન્ના, મુક્તા અને તાપી (પીએમટી) ક્રૂડ અને ગેસ ફીલ્ડ મામલે પોતાના પક્ષમાં પંચના નિર્ણય બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, રોયલ ડચ શેલ તથા ઓએનજીસીને સંયુક્ત રીતે 40 હજાર કરોડ રૂપિયા ચૂકવવા નોટિસ ફટકારી હતી. આ કંપનીઓએ નોટિસનો કોઈ યોગ્ય જવાબ આપ્યો ન હતો અને અંતે સરકારે આ રકમની વસુલાત કરવા કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.

આ પૂર્વે જસ્ટિસ સુરેશ કેટ દ્વારા એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સરકારે જે બે કંપનીઓ ઉપર આરોપ લગાવ્યા છે કે તેમની પાસે પાંચ બિલિયન ડોલર એટલે કે રૂપિયા 40,000 કરોડ રૂપિયાથી વધુની પબ્લિક સંપત્તિ પડી છે અને જે પરત આપવાની હોવા છતાં અપાઈ નથી ત્યારે આ અંગે વધુ સુનવણી હાથ ધરવા માટે આધાર સપ્ટેમ્બર નો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ મુદ્દો વર્ષ 2016 થી ચાલ્યો આવે છે ત્યારે આને ગંભીરતા લઈ સરકાર દ્વારા અનેકવિધ વખત નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ ગેસ એક્સપ્લોરેશન ની રોયલ્ટી અને તેને લગતા કર અંગે કોઈ સ્પષ્ટતા કે બાકી રહેલા નાણાંની ચુકવણી કરવામાં આવી ન હોવાના કારણે અંતે સરકાર હાઇકોર્ટમાં પહોંચી છે અને કોર્ટને રજૂઆત પણ કરી છે કે જે બાકી રહેલા નાણા છે તેને વસૂલવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.