પુરવઠા વિભાગ દ્વારા વિવિધ પેઢીની આકસ્મિક તપાસમાં સ્ટોક મર્યાદા મુજબનો જથ્થો જણાયો

અબતક, રાજકોટ : સરકારના આવશ્યક ચીજવસ્તુ સુધારા આદેશ-૨૦૨૧ અન્વયે ૩૧ ઓકટોબર-૨૦૨૧ સુધી ચણા કે ચણાની દાળ, તુવેર કે તુવેરની દાળ અને અડદ કે અડદની દાળના હોલસેલર માટે ૨૦૦ મેટ્રિક ટન(એક કઠોળ માટે વધુમાં વધુ ૧૦૦ મેટ્રિક ટનની મર્યાદાની શરતે) રીટેઇલર માટે પાંચ મેટ્રિક ટન અને મીલર્સ માટે છેલ્લા ત્રિમાસિક ઉત્પાદન જેટલું અથવા વાર્ષિક સંગ્રહ મર્યાદાના ૨૫ ટકા પૈકી જે વધુ હોય તેના સ્ટોકનો ૩૦ દિવસની અંદર નિકાલ કરવાનો રહેશે.

૧૩ જુલાઇ-૨૦૨૧ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમ દ્વારા તુવેર કે તુવેર દાળના મીલર્સ રઘુવીર ફુડ પ્રોડકટસ, વાંકાનેર રોડ, કુવાડવા, તા. રાજકોટ, ચણા કે ચણાની દાળના મીલર્સશ્રી ગણેશ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ,નવા ગામ રાજકોટ, અડદ કે અડદની દાળના મીલર્સશ્રી રઘુવીર કલીનીંગ, કુવાડવા જી.આઇ.ડી.સી., તા. રાજકોટ, ચણાના મીલર્સ વેણુ બેસન ઇન્ડસ્ટ્રીઝ પ્રઇવેટ લિમિટેડ, જી.આઇ.ડી.સી. કુવાડવા રાજકોટ અને ચણાના હોલસેલરશ્રી વી.પી.એન્ડ સન્સ, જી.આઇ.ડી.સી. કુવાડવા, તા. રાજકોટની પેઢીની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી, અને તમામ પેઢી પાસે તપસણી સમયે સ્ટોક મર્યાદાની અંદરનો જથ્થો મળી આવ્યો હતો, અને અન્ય કોઇ ગેરરીતિ જણાયેલ નથી, તેમ કલેકટર કચેરીની પુરવઠા શાખાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.