ગામ્બિયા અને ઉઝેબિકીસ્તાનમાં બાળકોના મોત મામલે ભારતના કફ સિરપ પર થયાં હતા આક્ષેપ
ભારતમાં બનેલા કફ સિરપ અંગે અગાઉ ઘણા આક્ષેપો થયાં છે. ગામ્બિયામાં કફ સિરપ પીધા બાદ અનેક બાળકોના મોત થયાં હતા જે બાદ યુનાઈટેડ સ્ટેટ્સ સેન્ટર ફોટા ડિસિઝ ક્ધટ્રોલ એન્ડ પ્રિવેંશન દ્વારા બાળકોના મોત પાછળ કફ સિરપ જવાબદાર હોય તેવો રિપોર્ટ આપ્યો હતો. ત્યારે ભારતીય કફ સિરપ પર વધુ કોઈ આક્ષેપ ન થાય તેના માટે સરકાર હરકતમાં આવી છે અને હવે આગામી 1લીથી કોઈ કફ સિરપની નિકાસ પૂર્વે સરકારી ટેસ્ટિંગ લેબમાં કફ સિરપનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને ત્યારબાદ જ નિકાસ કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
કફ સિરપના નિકાસકારોએ આઉટબાઉન્ડ શિપમેન્ટની પરવાનગી મેળવતા પહેલા 1 જૂનથી તેમના ઉત્પાદનોની ચોક્કસ સરકારી પ્રયોગશાળાઓમાં પરીક્ષણ હાથ ધરવાનું રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય કંપનીઓ દ્વારા નિકાસ કરવામાં આવતી કફ સિરપની ગુણવત્તા અંગે વૈશ્વિક સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
સરકારી પ્રયોગશાળામાં પરીક્ષણ કર્યા બાદ નમૂનાને મંજૂરી આપવામાં આવે તે બાદ જ નિકાસને મંજૂરી આપવામાં આવશે તેવું ડિરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે જે આગામી 1લી જૂનથી અમલી બનાવવામાં આવશે.
ઉલ્લેખિત કેન્દ્ર સરકારની પ્રયોગશાળાઓમાં ભારતીય ફાર્માકોપીઆ કમિશન, પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળા (ચંદીગઢ), કેન્દ્રીય ડ્રગ્સ લેબ (કોલકાતા), સેન્ટ્રલ ડ્રગ ટેસ્ટિંગ લેબ (ચેન્નાઈ,હૈદરાબાદ, મુંબઈ,ગુવાહાટી)નો સમાવેશ થાય છે.
વધુ સ્પષ્ટતા કરતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ભારતમાંથી નિકાસ કરવામાં આવતી વિવિધ ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની ગુણવત્તાની ખાતરી કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા પર ફરીથી ભાર મૂકવા માટે કેન્દ્ર સરકારે નિકાસ કરવામાં આવતી કફ સિરપ ફોમ્ર્યુલેશનની પૂર્વ-ગુણવત્તાની તપાસની પ્રક્રિયા શરૂ કરવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગામ્બિયા અને ઉઝબેકિસ્તાનમાં અનુક્રમે 66 અને 18 બાળકોના મૃત્યુ પાછળ ભારતીય કફ સિરપ જવાબદાર છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
ભારતે વર્ષ 2022-23માં 17.6 અબજ ડોલરના કફ સિરપની નિકાસ કરી હતી જે 2021-22માં 17 અબજ ડોલરની હતી.