યુઝર્સની સુરક્ષા વધારવા 23 વર્ષ જુના કાયદામાં ધરખમ ફેરફાર કરી ડિજિટલ ઇન્ડિયા બીલનો ડ્રાફટ 15 દિવસમાં જ જાહેર પરામર્શ માટે રજૂ કરાશે
ડિજિટલાઇઝેશન અને સોશિયલ મીડિયાના ‘એન્ટીવાયરસ’ માટે સરકાર સજ્જ બની છે. યુઝર્સની સુરક્ષા વધારવા 23 વર્ષ જુના કાયદામાં ધરખમ ફેરફાર કરી ડિજિટલ ઇન્ડિયા બીલનો ડ્રાફટ 15 દિવસમાં જ જાહેર પરામર્શ માટે રજૂ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.
ડિજિટલ ઈન્ડિયા બિલનો પહેલો ડ્રાફ્ટ 15 જ દિવસમાં બહાર પાડવામાં આવશે. આ બિલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિતની ડિજિટલ સેવાઓનું નિયમન કરશે, કારણ કે કેન્દ્ર ભારતના દાયકાઓ જૂના ઈન્ટરનેટ કાયદા, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ને બદલવા માંગે છે. ડિજિટલ ઈન્ડિયા બિલ એ કેન્દ્ર દ્વારા બનાવવામાં આવી રહેલા ટેક્નોલોજી નિયમોના વ્યાપક માળખાનો મુખ્ય આધારસ્તંભ છે, જેમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2022, ઈન્ડિયન ટેલિકોમ બિલ, 2022નો પણ સમાવેશ થાય છે.
આગામી કાયદો એઆઈ જેવી ઉભરતી ટેક્નોલોજીઓને “યુઝર હાર્મ પ્રિઝમ” સાથે સંચાલિત કરશે. અહેવાલ મુજબ, સરકાર જે નુકસાન પર વિચાર કરી રહી છે તેમાં ઈરાદાપૂર્વકની ખોટી માહિતી, સાયબર ધમકી, ડોક્સિંગ અને ઓળખની ચોરીનો સમાવેશ થાય છે. ડિજિટલ ઈન્ડિયા એક્ટ હેઠળ, સરકાર મધ્યસ્થીઓના વર્ગીકરણ અને તેમના માટે અલગ માપદંડો પર વિચાર કરી રહી હતી અને તેમાં ફેક્ટ-ચેકિંગ પ્લેટફોર્મનો પણ સમાવેશ થઈ શકે છે.
વધુમાં સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સના ડેટા ક્યાં ક્યાં ગયા તેનો હિસાબ આપવો પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનારને ગંભીર દંડ પણ થશે. જૂનો કાયદો 23 વર્ષ પૂર્વેનો છે. જ્યારે ડિજિટલાઇઝેશન થયું ન હતું. અત્યારે સ્થિતિ આખી અલગ હોય, ઘણા વર્ષોથી નવા કાયદાની જરૂર હતી. અંતે હવે આ નવા કાયદાનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
લાલચું હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે!
લૉન આપવાનું કહી અને લાળ ટપકાવીને સાયબર ગઠિયાઓ રોજના એક કરોડ બઠાવી જાય છે!
રાજ્યમાં નાગરિકો પાસેથી દરરોજ 1 કરોડથી 1.25 કરોડ રૂપિયા ઓનલાઈન નાણાકીય છેતરપિંડી થાય છે. આમાંની મોટાભાગની ફરિયાદો સેક્સટોર્શન રેકેટનો શિકાર બનેલા પીડિતો અને ઇન્સ્ટન્ટ લોન એપ્સથી સંબંધિત સાયબર ધમકીઓથી સંબંધિત છે.
આ ફરિયાદો મોટાભાગે અમદાવાદ સહિત રાજ્યના ચાર મોટા શહેરોમાંથી છે. આ ચોંકાવનારી હકીકત ગુજરાતના સાયબરસેલ, સીઆઇડી ક્રાઈમના અધિકારીઓ દ્વારા ઈસ્કોન-આંબલી રોડ પર આવેલી સૂર્ય એમરાલ્ડ રહેણાંક સોસાયટીમાં યોજાયેલા ‘હેક’ સત્રમાં બહાર આવી હતી.
પોલીસોએ ખુલાસો કર્યો કે, દરરોજ, તેઓને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર લગભગ 1,200 કોલ્સ આવે છે. તેમાંથી લગભગ 250 કોલ્સ નાણાકીય છેતરપિંડી સંબંધિત છે.
ઓનલાઈન ગેમિંગ સાઈટ્સ, જેમાં મોટાભાગના કિશોરો જોડાય છે, તે સાયબર અપરાધીઓ માટે મુખ્ય ફિશીંગ પોઈન્ટ બની રહી છે. અસામાજિક તત્વો યુવાનો સુધી ટેક્સ્ટ અને વિડિયો-ચેટ દ્વારા પહોંચતા હોવાની ફરિયાદો મળે છે.
ઇન્સ્ટન્ટ લોન એપ્સ વિશે, ભંખરિયાએ કહ્યું, “ઘણી મધ્યમ-વર્ગની મહિલાઓ ઇન્સ્ટન્ટ લોન એપ્સનો શિકાર બની રહી છે, જે તમારી કોન્ટેક્ટ લિસ્ટ, એસએમએસ અને ફોટો ગેલેરીને હાઇજેક કરે છે. અશ્લીલ સામગ્રીનો ઉપયોગ કરીને ફોટાને મોર્ફ કરવામાં આવે છે અને મોટાભાગે મહિલાઓ આવા કૌભાંડનો ભોગ બને છે.
ઓનલાઈન નોકરીના કૌભાંડોને લગતી ફરિયાદોની સંખ્યા વધી રહી છે. પીડિતોને પેન્સિલો પેક કરવા જેવા ઘરના સરળ કામો માટે ઝડપી પૈસા આપવામાં આવે છે. “જેઓ વધારાની આવક કમાવવાની આશામાં સાઇન અપ કરે છે તેઓ આ કૌભાંડોમાં તેમની મહેનતથી કરેલી બચત ગુમાવે છે.