પાર્લામેન્ટરી પેનલની ભલામણ, દરેક રાજ્યોમાં અંગ્રેજીને નહીં, હિન્દીને પ્રાધાન્ય આપવું જરૂરી!!
હાલ સમગ્ર વિશ્વ પાસચાતીય સંસ્કૃતિ અને અંગ્રેજી ભાષા ઉપર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ પણ અંગ્રેજી ભાષામાં અભ્યાસ કરવા માટે આતુર બની રહ્યા છે ત્યારે ભારતની રાષ્ટ્રીય અને માતૃભાષા હિન્દી ઉપર જે ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ તે થઈ શકતું નથી. આકે પાર્લામેન્ટ્રી કમિટીએ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા જણાવ્યું છે કે હવે ઉચ્ચતર અભ્યાસ દરેક રાજ્યની સ્થાનિક ભાષા અને હિન્દીમાં કરાવવામાં આવવો જોઈએ.
સંસદીય સમિતિએ ભલામણ કરી છે કે હિન્દી ભાષી રાજ્યોમાં આઈઆઈટી જેવી ટેકનિકલ અને નોન ટેક્નિકલ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અને દેશના અન્ય ભાગોમાં સ્થાનિક ભાષામાં હિન્દી શિક્ષણનું માધ્યમ હોવું જોઈએ. પેનલે ભલામણ કરી છે કે હિન્દી સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર ભાષાઓમાંની એક હોવી જોઈએ. ગયા મહિને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રજૂ કરવામાં આવેલા તેના 11મા અહેવાલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નેતૃત્વ હેઠળની સત્તાવાર ભાષા પરની સંસદીય સમિતિએ ભલામણ કરી હતી કે તમામ રાજ્યોમાં અંગ્રેજી કરતાં સ્થાનિક ભાષાઓને વધુને વધુ પ્રાધાન્ય આપવું જોઈએ.
દેશની તમામ ટેક્નિકલ અને નોન ટેક્નિકલ સંસ્થાઓમાં હિન્દી અથવા સ્થાનિક ભાષાને શિક્ષણના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવો જોઈએ અને અંગ્રેજીનો ઉપયોગ વૈકલ્પિક બનાવવો જોઈએ. એટલુંજ નહીં શિક્ષણનું માધ્યમ સત્તાવાર અથવા પ્રાદેશિક ભાષામાં હોવું જોઈએ. સમિતિએ સૂચન કર્યું છે કે હિન્દીને ’અ’ શ્રેણીના રાજ્યોમાં સન્માનજનક સ્થાન આપવું જોઈએ અને તેનો 100 ટકા ઉપયોગ થવો જોઈએ. પેનલે ભલામણ કરી હતી કે હિન્દી ભાષી રાજ્યોમાં આઈઆઈટી, કેન્દ્રીય યુનિવર્સિટીઓ અને કેન્દ્રીય વિદ્યાલયોમાં સ્થાનિક ભાષાઓમાં હિન્દી શિક્ષણનું માધ્યમ હોવું જોઈએ.
બનારસ હિંદુ યુનિવર્સિટી, દિલ્હી યુનિવર્સિટી, જામિયા માલિયા ઈસ્લામિયા, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી જેવી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં માત્ર 20-30 ટકા હિન્દીનો ઉપયોગ થઈ રહ્યો છે, જ્યારે તેનો 100 ટકા ઉપયોગ થવો જોઈએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અંગ્રેજીએ વિદેશી ભાષા છે અને લોકોએ તેને ભૂલી માતૃભાષા અને રાષ્ટ્રીય ભાષા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેનું માન પર વધારવું જોઈએ. સમિતિએ આ 11મો રિપોર્ટ આપ્યો હતો અને સમિતિ દર પાંચ વર્ષના સમયગાળામાં આ રિપોર્ટ સબમિટ કરે છે.
જોકે, આ વખતે ત્રણ વર્ષમાં સમિતિએ બે અહેવાલો રજૂ કર્યા હતા. અહેવાલ અનુસાર સરકારનો હેતુ એ જ છે કે ઉચ્ચતર અભ્યાસ માતૃભાષાને રાષ્ટ્રભાષામાં છે કરાવવામાં આવે અને વધુને વધુ લોકો અને વિદ્યાર્થીઓ હિન્દી ભાષા પ્રત્યે સજાગ બને અને અવગત થાય. અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે આજનું યુવાધન હિન્દી ભાષા ઉપર સહેજ પણ પ્રભુત્વ ધરાવતું નથી અને તેનું મુખ્ય કારણ એ છે કે હિન્દીનો જે રીતે ઉપયોગ થવો જોઈએ તે કરવામાં આવ્યો નથી અને લોકો વધુને વધુ અંગ્રેજી ભાષા તરફ દોડી રહ્યા છે. એ સરકાર હિન્દી ભાષા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી આવનારા સમયમાં કાર્ય હાથ ધરસે.