ગુજરાતના ભૌતિક આ પુત્ર અને દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ આજે વતન ગુજરાતના પ્રવાસે છે ત્યારે લોકાર્પણ અને ઉદ્ઘાટન ની ભરમાર ચાલી છે .ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે અમિત શાહે ત્રાગડમાં પબ્લિક પાર્ક અને તળાવનું લોકાર્પણ કર્યુ છે. તેમની સાથે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ જણાવ્યું હતું કે ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ત્યારે ત્યારે ગુજરાત આવ્યા છે ત્યારે તેમણે અનેકવિધ સુવિધાઓનો ભંડાર સાથે લાવ્યા છે ગુજરાતમાં અત્યારે દર અઠવાડિયે વિકાસ કામોની ભરમાર ચાલી છે. ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે અમિતભાઈ શાહ માટે જે કહે તે કરવું તેમના માટે ધ્યેય મંત્ર બની ગયું છે.
અમદાવાદમાં કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરીને અમિત શાહે વતનનું ઋણ ચુકવ્યું શાહ આવે છે ત્યારે યોજનાઓના ભંડાર લાવે છે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગૃહમંત્રી પર ઓળઘોળ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ અને સર્વ વર્ગના ઉત્થાન અભિયાનને અમિતભાઈ શાહ પ્રેરકબળ પૂરું પાડે છે તેમ જણાવી તેમણે ગુજરાતને મળતી વિકાસ સહાય અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહને ભાજપની ડબલ એન્જિન સરકારને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અમિત શાહે સભાને સંબોધન કરતા લાગણીસભા રીતે જણાવ્યું હતું કે હતું કે લોકો માગે એ પહેલાં જ સરકારે વિકાસનાં કામો કર્યાં છે. આ પ્રસંગે ધારાસભ્યો, સાંસદો, ભાજપ અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં છે.ગૃહપ્રધાન દ્વારા ઔડાનાં રૂ. 1700 કરોડ રૂપિયાનાં વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.કેન્દ્રીય ગૃહમંત્રી કોર્પોરેશન અને ઔડાનાં 1650 કરોડ રૂપિયાનાં વિકાસનાં કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત , કર્યું હતું જેમાં રૂ. 413.32 કરોડના 14 લોકાર્પણ અને રૂ. 1237.38 કરોડનાં 25 કામોનું ખાતમુહૂર્ત નો સમાવેશ થાય છે. ગાંધીનગર લોકસભામાં ત્રાગડ ગામનું તળાવ, કોતરપુર વોટર વર્કસની મોટેરા સુધીની લાઇન, 18 આવાસ યોજનાના મકાનો વગેરેનું લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત સરખેજ-ઓકાફ, જગતપુર, ભાડજ અને ઓગણજ તળાવનું ડેવલપમેન્ટ, આવાસ યોજનાનાં મકાનો, નવા એસટીપી, નવી ડ્રેનેજ લાઇન સહિતની વિવિધ કામોના ખાતમુહુર્ત ના કાર્યક્રમમાં. એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટી પાછળ મલાબાર કાઉન્ટી-3 પાસેના મેદાનમાં તેમની જાહેર સભા આયોજન કરાયું હતું
તેમણે જણાવ્યું હતું કે આજે 1500 કરોડથી વધારાના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેની માગણી પણ જનતાએ નથી કરી છતાં’ લોકો માગે એ પહેલાં કામ કરવાની પરંપરા અમારી છે.” અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની 21 યોજનાની ખાતમુહૂર્ત અને 18નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીં જી- 20નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર ભાઈના કાળમાં ચંદ્ર પર તિરંગો લહેરાયો છે.
જી-20નું આયોજન ભારતે કર્યું તે આવનારા 25 વર્ષ માટે અન્ય દેશો માટે શીખવા જેવું છે. જ્યારે આંતરરષ્ટ્રીય સ્તરે વિષમતા હોય ત્યારે રોજના ડેકલેરેશન પાસ કરાવવા મોટું કામ છે અમિતભાઈ સાહેબ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બે મહિનામાં 20-20 ની જેમ ફાસ્ટ બેટિંગ કરીને દેશના વિકાસને રોકેટ ગતિ આપી છે. નરેન્દ્ર મોદીએ મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં 33 ટકા રિઝર્વેશન અપાવ્યું છે. નીતિ નિર્માણ માટે મહિલાઓનું યોગદાન મહત્વનું રહ્યું છે. નવી સંસદમાં કોઈ વિઘ્ન ન આવે એટલે ગણેશ ચોથે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમાં પહેલું બિલ નારી શક્તિ માટે મહિલા આરક્ષણનું લાવવામાં આવ્યું હતું.
અમિતભાઈ પટેલે જણાવ્યું હતું કે કાગળમાં હું પહેલા આવતો અને અત્યારે જમીન આસમાન નો ફરક છે ત્રાગડવે અમદાવાદ જ બની ગયું છે અહીં મોટી મોટી ઇમારત અને વિકાસની પરમાર છે ત્યારે દરેક વ્યક્તિએ ત્રણ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવો જોઈએ અત્યારે અહીં વૃક્ષ આચ્છાદન ની ટકાવારી બે ટકા છે મારે આવતી ચૂંટણી સુધીમાં આ ટકાવારી પાંચ ટકા સુધી લઈ જવી છે અને તેમાં તમારો સહકાર જોઈએ છીએ અમિતભાઈ શાહે વડાપ્રધાનના વિકાસના મિશનને સહકાર આપવા સૌના સાથ સહકારની અપીલ કરી હતી