ઓપનસેલ એલઇડી ટીવી પેનલ પર રહેલી પાંચ ટકા આયાત ડયુટી નાબુદ થતા અને મેન્યુફેકચરીંગનો ખર્ચ ત્રણ ટકા ઘટતા એલઇડી ટીવીના ભાવમાં ત્રણથી ચાર ટકા ઘટાડાની સંભાવના
દેશના ટીવી રસિયાઓ માટે એક એવા સારા સમાચાર છ કે જે નવા ટીવી ખરીદવા માટે ગ્રાહકોને ને ત્રણ થી ચાર ટકાનો ફાયદો થશે. આગામી તહેવારોમાં ખરીદી ત્રણ થી ચાર ટકા સસ્તી થશે. સરકારે ટીવી બનાવવા માટે ઉપયોગી ઓપન સેલ પેનલ ની આયાત ડયુટી નાબુદ કરતા ટીવીની પડતર કિંમત ઘટશે અને પરિણામે ગ્રાહકોને ટીવીની કિંમતમાં ત્રણથી ચાર ટકાનો ફાયદો થવાની સંભાવના છે. સરકારની ટીવી બનાવવા માટે ઓપન સેલ પેનલની આયાત ડયુટી ખતમ કરવાના નિર્ણયથી સોની, પેનાસોનિક અને એલજી જેવી કંપનીઓને પોતાની ટીવીની કિંમત ઘટાડવામાં સરળતા રહેશે. સાથે સાથે નવી કંપનીઓ જેવી કે સેન્સુઇ જેવી કંપનીઓને પણ લાભ થશે.
સરકારે પાંચ ટકા કસ્ટમ ડયુટી ઘટાડવાના લીધેલ નિર્ણયથી કંપનીઓનો ઉત્યાદન ખર્ચ ત્રણ ટકા ઘટશે. સાથે સાથે હજુ ૩ર ઇંચની સ્કીનવાળા ટીવીના જીએસટી દર પણ ઓછા થાય તેવી સંભાવના છે. સરકારનું આ વલણ ઉત્૫ાદકો અને ખરીદદારો બન્નેને લાભરુપ થશે. મોટી સાઇઝના ટીવી પર ૨૮ ટકા જીએસટી ટેકસને ૧૮ ટકા સુધી લઇ જવાથી તહેવારો વધુ મીઠા બનશે જેમ સોની ઇન્ડીયાના સુનિલ નાયરે જણાવ્યું હતું. પાનાસોનિકના મનિષ શર્માના મતે પણ ટીવીના ભાવ ઘટાડાથી તહેવારોમાં ખરીદી વધશે. ટીવી માટે ૧૫ ઇંચ થી મોટી ટયુબના ઉત્૫ાદન અને એલસીડી, એલઇડી ભરની ૫ ટકા આયાત ખતમ કરી નાખવામાં આવી છે. મોટાભાગની એલઇડી ટીવીના ઉત્પાદનમાં ૬૦ થી ૭૦ ટકા ખર્ચ ઓપન સેલ પેનલનો થતો હોય છે. જૈન ગ્રુપના ડાયરેકટર અભિષેક ગેર્ગ કે.જેમણે દેશમાં સનસુઇ અને નેકમીકી જેવી જાપાનીઝ ટીવી બ્રાન્ડ પ્રસ્તુત કરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારાનું આ નિર્ણય ટીવી ઉઘોગને એક નવું બળ આપશે. મુકત વેપાર સમજુતીથી વિદેશમાંથી કોઇપણ જાતના ખર્ચ વગર આવતી ટીવી પેનલ પર અત્યારે ચાઇનાથી આવતી વસ્ુતઓ પર ઇર્મ્પોેર્ટ ડયુટી હતી. હવે આ બોજો પણ ઉતરી જશે.
એલજીએ પણ સરકારના આ નિર્ણયને વધાવીને આશા સેવી હતી કે, ઓપન સેલ પેનલ પરની ડયુટી નાબુદ કરતા ટીવીનું ધરેરુ ઉત્૫ાદન વધરે અને ખરા અર્થમાં મેકીંગ ઇન્ડીયા સાર્થક થશે તેમ એલજીના ડાયરેકટરે જણાવ્યું હતું. ડેટેલ બ્રાન્ડના એમ.ડી. યોગેશ ભાટીયા ના મત મુજબ સરકારના આ નિર્ણયથી નવી કંપનીઓ અને ધંધાર્થીઓને પણ ખુબ લાભ થશે નવરાત્રી અને દિવાળી ના તહેવારોમાં ટીવી ખરીદવાનો પ્લાન કરનારા તમામ વર્ગના ગ્રાહકોને ર થી ૩ ટકા સસ્તા ભાવે ટીવી મળશે.