સુચિત સોસાયટી તથા યુ.એલ.સી. ના અધુરા રહેલ કાયો તુરંત શરુ કરવા કલેકટર ને તથા મુખ્યમંત્રીના અંગત સચિવ સમક્ષ ધારાસભ્ય ગોવિંદ પટેલે રજુઆત કરી છે.

પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે ચુંટણી કાર્ય અને ર૦૦૦ ની સાલની કટઓફ ડેઇટના કારણે ઘણી સુચિત સોસાયટીની ફાઇલો પેન્ડીંગ પડેલ છે જે હવે સરકારે પાંચ વર્ષની મુદત વધારો કરતા આવી અટકેલ સમય મર્યાદાવાળી ફાઇલો તુરંત પુરી કરવી અને યુએલસી ફાજલ જમીન વાળા પ્લોટમાં અરજદારોએ સમયસર અરજી કરેલ હોય અને કોઇ વહીવટી ક્ષતિના કારણે પેન્ડીંગ હોય તેવી ફાઇલો પણ હાથ ઉપર લઇને નિકાલ કરવો જોઇએ.

જે અંગે કલેકટર રાજકોટ અધિકારીઓની મીટીંગ બોલાવી અને વિસ્તૃત સમજ આપી ઝડપથી કામગીરી હાથ ધરવા સુચનાઓ આપેલ છે તે જ પ્રમાણે ટી.પી. સ્કીમમાં સંયુકત ખંડ ફાળવેલ હોય તેવી સોસાયટીને પણ અલગ કરીને તેને મળતા એફપી પ્રમાણેની કામગીરી હાથ ધરવા ગાંધીનગરમાં તે રજુઆત કરેલ છે જે કામ ગતિમાં છે. તેમ યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.