ફેડરલ બેંક અને સાથી સેવા ગ્રુપની માનવીય સેવાને ધારાસભ્ય ગોવિંદ પટેલે બિરદાવી હતી. વોર્ડ નં.૧૩ માં સાથી સેવા ગ્રુપના નામથી મંડળ ચલાવતા મહેન્દ્રભાઇ જલુ, જલ્પાબેન કોટડીયા, મનોજભાઇ લુહાર, સંગીતાબેન લુહાર, કેતન પટેલ સહીતના છેલ્લા પાંચ દિવસથી રસોડુ શરુ કરીને જરુરીયાત મંદ હજારથી પંદરસો લોકોની ફ્રી ટીફીન સેવા આપી રહ્યા છે. તે જ રીતે ફેડરી બેંકના કર્મચારીઓ રાજેન્દ્ર ચાવડા, જેનીલ ગાંધી, વિવેક ત્રિવેદી, પર્વેઝ હબલાની, મિતેશ સોમૈયા, ગૌતમ મર્થક કે જેવો એ પોતે પણ કુલ નહિ તો ફુલની પાંખડી આપીને પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી રાહત અપીલમાં જોડાઇને પંદરસો જેટલા બિરયાની અને દહીંના પેકેટ બનાવીને જરૂરિયાત મંદ સેવા શેઠ હાઇસ્કુલ પાછળની ઝુપડપટ્ટી, કોઠારીયા ખાતેના ગરીબ વર્ગના લોકો, લાડુડી હોકળી,ભકિતનગર સ્ટેશન પ્લોટની સામેની ઝુપડપટ્ટી અટીકા વગેરે વિસ્તારમાં પહોચાડી જેમાં વિનુભાઇ દવા, નિલેશભાઇ જલુ કિરણબેન સોરઠીયા, અનિલભાઇ, નીતીનભાઇ, અર્ચનાબેન વગેરે વ્યવસ્થામાં સહભાગી બનેલ તેમજ રાજકોટની ડાભી અત્તરવાળાએ બે હજાર જેટલી સેનેટ રાઇઝર ની બોટો પોલીસ કર્મચારીઓ માટે ભેટ કરી હતી. આ તકે ફેડરલ બેંકના કર્મચારીઓ તેમજ સાથે સેવા ગ્રુપને તેમની માનવીય સેવા બદલ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે અભિનંદન આપ્યા હતા. તેમ યાદીમાં જણાવ્યું છે.
ફેડરલ બેંક અને સાથી સેવા ગ્રુપની માનવીય સેવાને બિરદાવતા ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ
Previous Articleહાઈવે, સીમ, વગડામાં રહેતા પશુ-પક્ષીઓની અતિ વિકટ સ્થિતિ
Next Article અબતક ન્યૂઝ-31-03-2020