આજી નદી શુઘ્ધીકરણ અને સ્લમકલીયરન્સ બોર્ડના મકાનો અંગેની મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે રજુઆત કરી હતી.
પટેલે મુખ્યમંત્રીને લેખીત પત્રમાં જણાવ્યું છે કે સ્વર્ણીમ ગુજરાતની ઉજવણી વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આજી નદી શુઘ્ધીકરણ અંગેની જાહેરાત કરી હતી જે અંગે તેનો સર્વે રીપોર્ટ પણ બની ગયો છે. આ બાબતે પ૧ કરોડ જેવી રકમ રાજય સરકાર મારફતે ફાળવણી પણ થઇ છે પરંતુ તે કામ ઝડપથી શરુ થાય તે જરુરી છે. આજીનદીનો પટ ર૦૦ મીટર થી શરુ કરી ૩૫૦ મીટર સુધીની પહોળાઇ ધરાવતો છે. જેમાં રબીસ કચરાના ટ્રેકટરો અને ટ્રકો મારફતે આ નદીને ગંદકીનો હોકળો હોય તેવી બની ગઇ છે. જેથી આ નદીને ૭૦ મીટરની પહોળાઇ નકકી કરીને તેમાં રહેલો કચરો સાઇડમાં પુરણ કરીને બન્ને સાઇડમાં રસ્તા બને અને નદીમાં ઠલવાતું ગંદુ ગટરનું પાણી સાઇડમાં પાઇપ ગટર કરીને નીકાલ કરવામાં આવે અને બન્ને સાઇડમાં દિવાલ કરવામાં આવે તો નદી ચોખ્ખી બની શકે અને શહેરનો ટ્રાફીક પણ રસ્તા ઉપર ડાઇવર્ટ કરી શકાશે. તેમજ નદીમાં નિશ્ર્ચિત અંતરે ૩ થી ૪ ચેક ડેમ કરવામાં આવે જેમાં પાણી ભરેલા રહે તે શહેરના પાણીના તળ પણ ભરેલ રહેશે અને પાણીની સમસ્યા પણ હળવી બનશે. રાજકોટમાં બનેલ ૧૯૭૫ થી ૮૦ દરમ્યાન સ્લમકવાટર કે જે જર્જરીત થયેલ છે તે જે તે માલીકને માલીકીના ધોરણે આપે દેવા જોઇએ. જેથી જે તે કવાટરના માલીકો પોતાની શકિત મુજબ તેના ઉપર ફરીથી મકાન બનાવીને સુખચેન થી રહી શકે.
જે લોકોએ કોઇ સુધારા વધારા કર્યા હોય તેમને શરત ભંગમાથી મુકિત આપીને દસ્તાવેજ કરવાની મંજુરી આપવી જોઇએ આ અંગે મુખ્યમંત્રીએ તપાસ કરાવી ઘટતું કરવા જણાવ્યું છે.