દુનિયાની સૌથી મોટી જનઆરોગ્ય યોજના રાંચી ખાતેથી લોંજ કરીને દેશના કરોડો લોકોની આરોગ્યની સુખાકારીની ચિંત કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને ધારાસભ્ય ગોવિંદ પટેલે અભિનંદન પાઠવ્યા હતા.
પટેલે જણાવ્યું છે કે સ્વસ્થ સમાજ દ્વારા જ સશકત ભારતનું નિર્માણ થઈ શકે તે સિઘ્ધાંતને ધ્યાને લઈ નરેન્દ્રભાઈ મોદીએ પંડિત દિનદયાલ ઉપાધ્યાય, મહાત્મા ગાંધી, ડો.રામ મનોહર લોહિયાના છેવાડાના માનવીના વિચારને મૂર્તિમંત કરવાનો પ્રયાસ કર્યો છે.
આ મહાપુરુષોના મતે જયાં સુધી છેવાડાના માનવી સુધી અન્ય સમાજને મળતી સુવિધાઓ નહીં પહોંચે ત્યાં સુધી આઝાદી અધુરી છે જે મંત્રને સાકાર કરવા દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોની આરોગ્યની ચિંતા કરી તેનો વીમો લઈ અને તેનું પ્રિમીયમ સરકાર ભરશે અને આ કાર્ડના ધારકો દેશની કોઈપણ હોસ્પિટલમાં તેની સારવાર કરાવી શકાશે.
જેમાં તમામ પ્રકારના રોગનો સમાવેશ થાય છે જેમને આ કાર્ડ મળવાપાત્ર છે તેમના ઘરે તેમને પ્રધાનમંત્રીનો પત્ર મળી જશે જેના નંબર નાખેલ હશે જે નંબર આધારકાર્ડ સાથે જોડાવાથી સમગ્ર દેશમાં તેની આઈટી ક્ષેત્ર મારફતે નોંધણી થઈ જશે અને દેશભરમાં જયાં ચાહે ત્યાં તે સારવાર લઈ શકાશે તેવી વ્યવસ્થા પણ થઈ છે. પટેલે વધુમાં જણાવયું છે કે આઝાદીના ૭૦ વર્ષ પછી આ પ્રકારની દુનિયાની સૌથી મોટી યોજના અને તે પણ જન આરોગ્ય માટે અભિનંદનીય છે.