Abtak Media Google News

વર્ષોથી સતા વિહોણી રહેલી કોંગ્રેસ બે બાકળી બની છે તેમ માજી ઉર્જા અને પેટ્રો. કેમિ.મંત્રી ગોવિંદ પટેલના નિવેદનમાં જણાવે છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે જેનો કોંગ્રેસના મિત્રોએ સ્વપ્નમાં પણ વિચાર શુદ્ધા કર્યો ન હોય તે મા નર્મદા મૈયાના પાણી આજીડેમ સુધી આવ્યા છે અને સૌરાષ્ટ્રના ખેતરોમાં પણ જવાના છે હતાશ અને નિરાશ થયેલા કોંગ્રેસના મિત્રો ગણ્યા ગાંઠયા સંખ્યામાં ગંદા ગટરના પાણીની બોટલ સાથે ના દેખાવ કરવા ઉભા રહે અને ખોટા નિવેદન-પ્રચાર માધ્યમ કરે કે ધારાસભ્ય ઉપર ગંદુ પાણી ફેંકાયું અને ધારાસભ્યને ભાગવું ભારે પડયું.મારી ઉપર કોઈએ ગંદુ પાણી ફેંકયું નથી કે આવું પાણી આવે છે તેનું કાંઈક કરો પછી રથયાત્રા કાઢો. હું તેમની વાત સાંભળીને આગળ ચાલતો થયો એમ પણ કહેવાયું છે કે ધારાસભ્યને ભાગવું ભારે પડયું તો પટેલે જણાવ્યું કે, હું એકલો ફરનારો માણસ છું.હું ગંદા રાજકારણવાળો માણસ નથી કે મેં કોઈ એવું ખરાબ કૃત્યુ કર્યું નથી કે મારે ભાગવું ભારે પડે લોકોનો પ્રતિનિધિ છું અને પ્રશ્ર્નો સાંભળવાની અને શકય પ્રશ્ર્ન હલ કરવાની મારી ફરજ છે જે હું બજાવી રહ્યો છું.રાજકોટને પીવાના પાણીની લાઈન ઢાંકીથી રતનપર પાંચસો પચાસ કરોડના ખર્ચે નાખીને રાજકોટની સમસ્યા હલ કરવાનું કામ આ ભાજપની સરકારે કર્યું છે. કોંગ્રેસની સરકાર વખતે ભાદરથી રાજકોટ સુધીની પાણીની લાઈન નાખેલી જેનો સંપૂર્ણ ખર્ચનું બીલ રાજકોટ મ્યુ.કોર્પોરેશને કોંગ્રેસની સરકારે મોકલેલ હતું. જે ભાજપની કેશુભાઈ પટેલની સરકારે ૧૯૯૫માં તે બીલની રકમ માફ કરી સામાન્ય રકમ પણ રાજકોટ માટે નહીં ખર્ચી શકનાર કોંગ્રેસના મિત્રો પાસે કોઈ મુદાઓ નથી તેથી આવા હંગામા કરી ખોટી પ્રસિદ્ધિ મેળવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.