નવમી પૂણ્યતિથીએ અને કવિધ સેવાકાર્યો
ગોંડલ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં લોકચાહના ધરાવતા રાજકીય ક્ષેત્રે સમાજ સેવાની વિશિષ્ટ કામગીરી કરી લોક હૃદયમાં અનેરી ચાહના ઉભી કરી સર ભગવતના સ્વપ્ન સમી ગોંડલ નગરીને પૂર્ણ આત્મીયતાથી હૃદયસ્થ કર્મભૂમિ બનાવી ગોંડલ શહેરને વિકાસની નૂતન દિશા બતાવનાર ગોંડલના પૂર્વ નગરપતિ અને નાગરિક બેંકના ચેરમેન ગોવિંદભાઈ દેસાઈની આજે નવમી પુણ્યતીથીએ ગોંડલ નાગરિક સહકારી બેંક લી. તેમજ ગં.સ્વ.જયોત્સનાબેન ગોવિંદભાઈ દેસાઈ તથા દેસાઈ પરિવારના વિશાળ શુભેચ્છક વર્ગ દ્વારા નવમી પુણ્યતીથીએ ભાવ વિભોર ઉજવણીના ભાગ‚પે વિવિધ ધાર્મિક તેમજ સામાજીક કાર્યક્રમોનું આયોજન કરાયેલ છે.
ગોવિંદભાઈ દેસાઈએ કારકિર્દીની શરૂઆતે હૃદયમાં ભરેલો દેશપ્રેમ અને લોક સેવાનો જવાળામુખી તેમને રાજકીય ક્ષેત્રમાં ખેંચી લાવેલ ગોંડલ નગરીને પોતાની કર્મભૂમિ બનાવનાર ગોવિંદભાઈ દેસાઈએ નાગર શેરી, નાની બજાર ખાતે વસવાટ કરી અને જૂના જનસંઘના પાયાના કાર્યકર તરીકે રાજકીય ક્ષેત્રે સેવાનો પ્રારંભ કરેલ. તેમના સત્ય, નિષ્ઠા અને આખા બોલા સ્વભાવના કારણે કોઈપણ ચમરબંધીની શેહ શરમ રાખ્યા વગર ગોંડલ નગરપાલિકાનું બબ્બે દાયકા સુધી સફળ સુકાની પદ સંભાળી વિવિધ પ્રજાકીય કાર્યો કરેલ તેમજ ગોંડલ નાગરિક સહકારી બેંકમાં અણી શુદ્ધ પારદર્શક વહિવટકર્તા તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી.
તેમના દુરંદેશીવાળા સેવાભાવી સ્વભાવે ગોંડલમાં તુલસીબાગ, સેતુબંધ અને ક્ધયા કેળવણી માટે મહિલા કોલેજની સ્થાપના કરી પ્રજાકીય સુવિધાઓમાં વધારો કરેલ. અરિહંત શરણ ગોવિંદભાઈ દેસાઈએ ગોંડલ નાગરિક બેંકના ચેરમેનપદે આરૂઢ થઈને ગોંડલ નાગરિક બેંકને વિકાસની નૂતન દિશા આપી ગોંડલ નગરના અદના આદમીથી લઈ માતબર વેપારીઓ, કારખાનેદારો, ઉદ્યોગપતિઓ, કિસાનો અને શ્રમિકોને આર્થિક સવલતો પૂરી પડે અને ગોંડલ નાગરિક બેંક દ્વારા તેમના કાર્યકાળમાં અનેકવિધ યોજનાઓ દ્વારા બેંકના કાર્ય ફલકને લોક ભાગ્ય બનાવી અને સેવાની જયોત પ્રગટાવેલ.
જેના ફળ સ્વ‚પે સમગ્ર ગોંડલ વિસ્તારની ગોંડલ નાગરિક સહકારી બેંક તેમના માર્ગદર્શન નીચે પ્રગતિની હરણફાળ ભરેલ અને ગોંડલ નાગરિક બેંકને ઝીરો ટકા એન.પી.એ.માં સ્થાન અપાયેલ અને એક સારા અર્થશાસ્ત્રી સાબિત થયેલ હતા. ગોવિંદભાઈ દેસાઈની નસેનસમાં ગોંડલ પ્રત્યેનો પ્રેમ વહેતો તેવા પ્રજાવત્સલ આગેવાન સ્વ.ગોવિંદભાઈ દેસાઈની ૧૮ માર્ચ અને સોમવારે નવમી પુણ્યતિથિ નિમિત્તે જપ-તપનો કાર્યક્રમ યોજાનાર છે.
તેમજ સ્વ. ગોવિંદભાઈને ભાવાંજલી આપવા દેસાઈ પરિવારના ઉપક્રમે તેમના નિવાસે જપ-તપનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર ધાર્મિક આયોજન ગં.સ્વ.જયોત્સનાબેન દેસાઈ તેમજ યતિશભાઈ દેસાઈ, ભાવીકાબેન યતિશભાઈ દેસાઈ, કેતનભાઈ દેસાઈ, બીનાબેન કેતનભાઈ દેસાઈ, ચિન્મય, સહજ, દિવ્યમ દેસાઈના માર્ગદર્શન તેમજ પ્રયત્નોથી આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.