લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનો આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભારંભ થયો છે. આજે સવારે વિઘ્વાન પંડિતોએ વિધિવિધાન પૂર્વક લક્ષચંડી મહાયજ્ઞની શરૂઆત કરી છે. આ લક્ષચંડી મહાયજ્ઞનાં મુખ્ય યજમાન ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ)ની ઉપસ્થિતિમાં મહાયજ્ઞમાં આહુતી અપાઈ રહી છે.
ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ગ્રુપ) તેનાં પરિવારજનો સાથે જોડાઈ લક્ષચંડી મહાયજ્ઞનાં મુખ્ય યજમાન બની ધન્યતા પ્રાપ્ત કરી રહ્યા છે. વિશાળ યજ્ઞશાળામાં પાટીદાર ઉપરાંત અન્ય સમાજનાં શ્રદ્ધાળુઓએ પાટલો નોંધાવી લક્ષચંડી મહાયજ્ઞનો લ્હાવો લીધો છે. આજ સવારથી પવિત્ર વાતાવરણ વચ્ચે યજ્ઞશાળામાં હવન શરૂ થયો છે.
લક્ષ્ય એકસ્પો અને વિવિધ પવેલિયનનું ઉદધાટન
- મેડીકલ સેવા કેન્દ્ર
- એગ્રીકલ્ચર અને સંલગ્ન ઇન્ડસ્ટ્રીઝ પવેલિયન (ડોમ. ‘ઇ’ અને ‘જી’) – પરસોત્તમભાઇ રૂપાલા
- પોલીસ અને સીસીટીવી કંટ્રોલ રૂમ
- મીડિયા લોન્જ
- ન્યુ ઇન્ડીયા પવેલિયન (ડોમ. ‘સી’ અને ‘એફ’) – નીતિનભાઇ પટેલ
- સિરામીક ઇન્ડસ્ટ્રીઝ (ડોમ ‘એસ’ )
- કન્ઝયુમર પ્રોડકટસ પવેલિયન (ડોમ ‘બી’) – જીતુભાઇ વાધાણી
- અન્નપૂર્ણા કક્ષ
- જેમ્ન જવેલરી એન્ડ બેકિંગ ફાયનાન્સ પવેલિયન (ડોમ ‘ડી’) – આર.સી.ફળદુ
- ગ્લોબલ ઇનોવેશન કોન્કલેવ પવેલિયન
- વિક્રમ સારાભાઇ સ્પેસ એન્ડ સાયન્સ પવેલિયન – કૌશિકભાઇ પટેલ
- નોન ક્ધવેન્શનલ એનડ કલીન એનજી (ડોમ ‘એ’) – સૌરભભાઇ પટેલ
- આર્ટ એન્ડ કાફટ માર્કેટ – જયેશભાઇ રાદડીયા