જબલપુરમાં સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરનાર સૈનીને બેડમિન્ટન, ગાયન તથા યોગમાં ભારે રૂચી
રાજકોટ રેલવે મંડલના નવા અપર મંડલ રેલ પ્રબંધક ગોવિંદ પ્રસાદ સૈનીએ કાર્યભાર સંભાળ્યો છે. તેમની નિમણૂંક એસ.એસ.યાદવની જગ્યાએ ઈ છે અને યાદવની બદલી પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટમાં મુખ્ય વિજળી વિતરણ એન્જિનીયર તરીકે થઈ છે. ભારતીય રેલવે એન્જિનીયરીંગ સેવા ૧૯૯૯ની બેચના વરિષ્ઠ અધિકારી સૈનીએ ગર્વમેન્ટ એન્જિનિયરીંગ કોલેજ જબલપુરી પૂર્વ રેલવે, દક્ષિણ રેલવે, પશ્ર્ચિમ મધ્ય રેલવે તા પશ્ચિમ રેલવેમાં વિવિધ મહત્વના પદો પર કામ કર્યું છે.
જેમાં સાંતરાઘાચી ચેન્નાઈ તથા ઈરોડ મંડલમાં સિનિયર એન્જિનીયર તરીકે તથા જબલપુર તથા રાજકોટમાં ઉપપ્રમુખ ઈલેક્ટ્રિકલ એન્જિનીયર તરીકે કામ કર્યું છે. અપર મંડલ રેલ પ્રબંધક રાજકોટનો કાર્યભાર સંભાળતા અગાઉ તેનો રાજકોટ મંડલમાં ઉપપ્રમુખ ઈલેક્ટ્રિકલ એન્જિનીયર હતા. જબલપુર મંડલના જબલપુર કટની સેકશન તથા રાજકોટ મંડલના રાજકોટ હાપા સેકશનમાં ઈલેક્ટ્રિફિકેશન કાર્ય પૂરું કરવામાં સૈનીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. સાથે જ તેમણે ચાઈનામાં હાઈસ્પીડ રેલવે તથા સિંગાપુર મલેશિયામાં મેનેજમેન્ટની ટ્રેનિંગ લીધી છે. સૈની બેડમિન્ટન, સિંગીંગ તા યોગમાં વધુ રૂચી ધરાવે છે.