ઐતિહાસિક ક્ષણમાં ભાગીદાર બનનાર સંત પરમાત્માનંદજીને નાથાભાઇ કાલરીયા, દિનેશભાઇ અમૃતિયાએ શુભેચ્છા પાઠવી
હિન્દુ સમાજના આસ્થાના પ્રતિક સમા ભવ્ય રામમંદિરનો આગામી પમી ઓગસ્ટે શિલાન્યાસ વિધી કાર્યક્રમ યોજાશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજકોટના સંત પરમાત્માનંદજીને પુષ્પહાર અર્પણ કરી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સહિતના અગ્રણીઓએ શુભેચ્છા પાઠવી હતી.
સેંકડો વર્ષોથી હિન્દુ સમાજના આસ્થાનું પ્રતિક એવા રામજન્મભૂમિ મુકિતના અનેક આંદોલનો બાદ આખરે સફળતા મળી છે અને તા. ૫/૮/૨૦ ના રોજ ભવ્ય મંદિર નિમાર્ણનો શીલાન્યાસ થવા જઇ રહ્યો છે. તેનો આનંદ છે અને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંજકા આશ્રમના મહંત અને રામ મંદિર નિર્માણ થાય તેના માટે સતત ઝઝૂમતા એવા સંત પરમાત્માનંદજી સરસ્વતી ઉ૫સ્થિત રહેશે.
તેનો રાજકોટવાસી તરીકે અનેરો આનંદ છે અને તે આનંદની અભિવ્યકિત સ્વરુપે તેમને પુષ્પહાર અર્પણ કરવા માટે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ પાટીદાર સમાજના અગ્રણી અને ઉમિયાધામ સિદસરના ટ્રસ્ટી નાથાભાઇ કાલરીયા જીલ્લા ભાજપ અગ્રણી દિનેશભાઇ અમૃતિયાએ પુષ્પહાર પહેરાવી શુભેચ્છા વ્યકત કરી હતી.
સ્વામી પરમાત્માનંદજીએ જણાવ્યું હતું કે સદીઓથી લડતો આવેલ હિન્દુ સમાજને આ એક મોટી સફળતા મળી છે અને તે સ્વપ્ન સાકાર થતું જોવાનો અવસર આપણા નસીબમા લખાયેલો હશે જેથી તે સ્વપ્નને સાકાર થતું આપણે જોઇ રહ્યા છીએ. એ આપણા પર પરમકૃપાળુ પરમાત્માની મહેર છે. પ્રધાનમંત્રી મોદી જેવા કર્મયોગી તથા ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઇચ્છાશકિતનું આ પરિણામ છે. તેવું ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.