ગત વર્ષે પણ ચારધામની સાયકલ યાત્રા કરી હતી: યાત્રા પૂર્ણ કર્યા બાદ સાયકલ ચલાવી પરત ફરશે ગોવિંદ આહિર
સાઇકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. સાયકલિંગથી ફિટ રહેવાની સાથે સાથે વજન પણ ઝડપથી ઘટે છે. ત્યારે જામનગરના 44 વર્ષના ગોવિંદ આહિરે આજથી લેહ-લદાખની સફર સાઇકલ યાત્રા દ્વારા શરુ કરી છે. ગોવિંદ આહિર સાત હજાર કિલોમીટર લાંબી સાઇકલ યાત્રા કરીને લોહ લદાખ જશે. તે પર્યાવરણ બચાવા અને લોકોમાં ફિટનેશ વિશે જાગૃતિ આવે તે માટે આજથી જામનગરથી લેહ લદાખ સુધીની યાત્રા પૂર્ણ કરશે.
ગોવિંગ આહિર આ યાત્રા પૂર્ણ કર્યા બાદ સાયકલ ચલાવીને જ જામનગર પરત કરશે. તેઓ તેમની સાથે સાયકલ પર ટેન્ટ, યોગા મેટ, સ્લીપીંગ બેગ, રસોઇ માટે નાનો ચૂલો તથા વાસણ સહિતની જરુરી ચીજવસ્તુઓ લઇને નીકળ્યા છે.
અંદાજિત ચાર મહિનામાં સાયકલ યાત્રા પૂર્ણ કરી પરત ફરીશ: ગોવિંદ આહિર
‘અબતક’ સાથેની વાતચીતમાં ગોવિંદ આહિરએ જણાવ્યું હતું કે હું જામનગરથી જ લેહ લખાદ સુધીની મારી સાઇકલ યાત્રાની શરુઆત કરું છું. જેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, વૈષ્ણદેવી, બાબા અમરનાથના દર્શન કરી ત્યારબાદ લોહ લખાદ, હિમાચલ પ્રદેશ જઇશ. યાત્રા પૂર્ણ કરી પરત સાઇકલ પર જ જામનગર આવીશ. અંદાજીત 7000 કિ.મી.ની સફર થશે.
અંદાજિત ચાર મહિના જેટલો સમય લાગશે. ગયા વર્ષે ચાર ધામની યાત્રા કરી હતી. આજે વર્ષે હું લદાખ જવું છું.પર્યાવરણ બચાવવાની જવાબદારી આપણા સૌની છે સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય ખુબ જ સારું રહે છે. તેથી લોકોમાં પણ ફિટનેશ અંગે જાગૃતિ આવે તે મારે સાયકલ યાત્રાની શરુઆત કરી છે.