વિદ્યાથીઓની હોસ્ટેલના રૂમો નિયમિત સાફ થાય, સંડાસ- બાથરૂમ સ્વચ્છ રહે તેવો સુચારુ વ્યવસ્થા કરવા અંગે તમામ સરકારી યુનિવર્સિટીઓને તાકિદે

ગુજરાત વિદ્યાપીઠમાં છેલ્લા કેટલાંક દિવસથી કુલપતિ રાજયપાલ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવ્યા બાદ હવે રાજયપાલે દરેક સરકારી યુનિવર્સિટીઓને પત્ર લખીને સ્વચ્છતા અભિયાન હાથ ધરવા અને તેના માટે નિશ્ર્ચિત કાર્યક્રમની રુપરેખા તૈયાર કરીને રાજભવનને જાણ કરવા પણ તાકીદ કરવામાં આવી છે.વિઘાપીઠના કુલપતિ તરીકે નિયુકત બાદ રાજયપાલે સૌથી પહેલી કામગીરી વિઘાપીઠ કેમ્પસમાં સ્વચ્છતા અભિયાનની ઉપાડી હતી.

Screenshot 7 8

સળંગ સાત દિવસ સુધી રાજયપાલ અને તેમના પત્નીએ પણ કેમ્પસમાં જઇને સ્વચ્છતા અભિયાન શરુ કર્યુ હતું. ગઇકાલે આ અભિયાન પુરૂ થયાની જાહેરાત કર્યા બાદ હવે દરરોજ આ પ્રકારની કામગીરી વિઘાપીઠના વિઘાર્થીઓ અને સેવકોએ કરવી તેવી તાકીદ પણ કરવામાં આવી છે. આમ, વિઘાપીઠ બાદ હવે રાજયપાલે તમામ સરકારી યુનિવર્સિટીઓના કુલપતિઓને પત્ર લખીને તમામ વિશ્ર્વ વિઘાલય સાફ, સ્વચ્છ હોવા જોઇએ અને ત્યાં અભ્યાસ કરતા વિઘાર્થીઓ સ્વચ્છ વાતાવરણમાંથી પ્રેરણા લઇને સ્વચ્છતાના સંસ્કારો અપનાવીને સ્વચ્છતાને આધીન તરીકે અપનાવીને તેવું વાતાવરણ પુરુ પાડવા તાકીદ કરી છે.

Screenshot 4 12

રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ યુનિવર્સિટીઓને લખેલા પત્રમાં એવો ઉલ્લેખ કરાયો છે કે વિઘાર્થીઓના આવાસ રૂમોનુ: પણ સમયાંતરે નીરીક્ષણ થતું રહેવું જોઇએ છાત્રાલય અને શૈક્ષણિક સંકુલોના શૌચાલયની પણ નિયમિત સફાઇ થતી રહે તે સુનિશ્ર્ચીત કરવું પડે. સમગ્ર પરિસરની દિવાલો સ્વચ્છ રહે તેની કાળજી લેવી પડશે.

રાજયપાલે એવી પણ તાકીદ કરી કે, યુનિવર્સિટીઓમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન થાય અને નિશ્ર્ચિત કાર્યક્રમની રુપરેખા તૈયાર કરીને તેની જાણકારી રાજભવને આપવાની રહેશે કે જેથી સ્વચ્છતા અભિયાનને હજુ વધુ અસકારકાર બનાવી શકાય. આમ, રાજયપાલે યુનિવર્સિટીઓને સ્વચ્છતા અભિયાનને લઇને લખેલા પત્ર પછી હવે આગામી દિવસોમાં યુનિવર્સિટીઓ સ્વચ્છતાને લઇને કેવા પ્રકારની કામગીરી કરે છે તે મહત્વનું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.