છેલ્લા દશકામાં ધો.9 થી 12માં અભ્યાસ કરતા 880 છાત્રોને રાજ્યપાલ પુરસ્કાર સાથે 36 વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે
શાળા કક્ષાએ બાળકોના સંર્વાગી વિકાસમાં ‘સ્કાઉટ-ગાઇડ’ની પ્રવૃત્તિનું વિશેષ મહત્વ છે. આ પ્રવૃત્તિમાં જોડાયેલ છાત્રો શ્રેષ્ઠ નાગરીક બને સ્વચ્છતા જેવી વિવિધ પ્રવૃતિમાં જોડાયને ગુણો વિકસાવે છે. શહેરની મોદી સ્કુલના 152 છાત્રોને આજે સ્કાઉટ-ગાઇડનો રાજ્યપાલ પુરસ્કાર અપાયો હતો. રાજકોટ શહેર જીલ્લાના 296 છાત્રોમાંથી અડધા ઉપરના છાત્રો મોદી સ્કુલના સીલેક્ટ થતાં સ્કુલ પરિવારમાં આનંદ લાગણી પ્રસરી હતી.
સ્કાઉટ ગાઇડ પ્રવૃતિના ત્રણ સોપાનો પુર્ણ કર્યા બાદ આ એવોર્ડ મળતો હોય છે. શાળામાં દર માસે વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છે. જેમાં વૃધ્ધાશ્રમની મુલાકાત, વૃક્ષારોપણ, એડવેન્ચર કેમ્પ જેવી પ્રવૃતિનો સમાવેશ થાય છે.
‘અબતક’ મીડિયાના શુભેચ્છા મુલાકાતે આવેલ છાત્રો સાથે જુલીબેન હિંગરાજીયા, માર્થ ઢોલરીયા, ડોલી વાછાણી, જયપાલસિંહ ઝાલા અને જોષી આશિષે શાળાને મળેલી ભવ્ય સફળતાની વાત કરી હતી.
શાળાનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો.આર.પી.મોદી, ધવલભાઇ મોદી, નિધિબેન મોદી સાથે આચાર્ય-શિક્ષક પરિવારે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. આજરોજ યોજાયેલ એવોર્ડ વિતરણ સમારોહમાં મેયર ડો.પ્રદિપભાઇ ડવના વરદ્ હસ્તે મોદી સ્કુલના છાત્રોને એવોર્ડ અપાયો હતો.