કોહલીનો કાર્યકાળ ૧૬મી જુલાઈએ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન મોદીની ગુડબુકમાં હોવાથી તેમને રિપીટ કરાય તેવી સંભાવના
રાજ્યના ૨૪માં રાજ્યપાલ ઓ.પી.કોહલીનો કાર્યકાળ ૧૬મી જુલાઈએ પૂર્ણ ઈ રહ્યો છે. નરેન્દ્રભાઈ મોદી પ્રમ વખત વડાપ્રધાન બન્યા બાદ ૧૬મી જુલાઈ ૨૦૧૪ના ગુજરાતના રાજ્યપાલ તરીકે નિમણૂંક પામેલા ઓ.પી.કોહલીનો કાર્યકાળ બિનવિવાદાસ્પદ અને સૌહાર્દપૂર્ણ રહ્યો છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સો નિકટના સંબંધો ધરાવતા હોય તેમની ગુડબુકમાં હોય તેમને ફરીી રાજ્યના રાજ્યપાલ તરીકે રીપીટ કરવામાં આવે તેવી ઉજળી સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે. રાજ્યપાલ ઓ.પી.કોહલી રાજધાની દિલ્હી ભાજપના સક્રિય સભ્ય અને દિલ્હી ભાજપના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ મોદી સો સારી કામગીરી કરી ચુકયા છે. ઓ.પી.કોહલી રાજ્યસભાના સભ્ય તરીકે પણ દેશની સેવા આપી ચૂકયા છે. રાજ્યપાલ ઓ.પી.કોહલી તેમના રાજ્યપાલના કાર્યકાળ દરમિયાન સતત વિકાસલક્ષી અને સકારાત્મક પ્રવૃતિઓ સો જોડાયેલા રહ્યાં હતા. ગાંધીનગરમાં રાજભવનના કર્મચારીઓના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે ખાસ રુચિકર પ્રવૃતિઓમાં પરોવાયેલા રહ્યાં છે.
ઓ.પી.કોહલી ભાજપના પાયાના કાર્યકર અને દિલ્હી એકમના પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદી સો પક્ષના સંગઠન અને રાષ્ટ્ર સેવાની પ્રવૃતિના અનુભવનો ખૂબ જ સમૃદ્ધ વૈભવ ધરાવે છે. ગુજરાતમાં ઓ.પી.કોહલીને રાજ્યપાલ તરીકે ખૂબ જ સહકારપૂર્વકની કામગીરી અને રાષ્ટ્રીય સેવાના નિષ્કામ અભિગમને કારણે ગુજરાતના રાજ્યપાલ તરીકે તેમને ફરીી એકસટેન્શન આપવામાં આવે તેવી સંભાવનાઓ પણ રહેલી છે.