- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ખાતે ગો મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું
- રાજ્યપાલએ ગાયોની પૂજા-અર્ચના કરી વંદન કર્યા અને ગાયોની પ્રદક્ષિણા કરી
વડતાલ ખાતે લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ધામ ખાતે ગો મહિમા દર્શન – પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
પ્રાકૃતિક ખેતીમાં ગાયના મહત્વને ઊજાગર કરતાં રાજ્યપાલએ ગો મહિમા દર્શન – પ્રદર્શનમાં ઉપસ્થિત ગાયોની પૂજા અર્ચના કરી ગાયોની પ્રદક્ષિણા કરી હતી. તેમણે ગાયોને પોતાના હાથે ખાણ ખવડાવીને વંદન કર્યા હતા.
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગો મહિમા પ્રદર્શનની મુલાકાત લીધી હતી, જેમાં તેઓએ ગાયના મહત્વને ઊજાગર કરતી ફિલ્મ નિહાળી હતી. ત્યારબાદ પ્રદર્શન ક્ષેત્રમાં આવેલ કેન્સર ઉત્પાદન કેન્દ્ર, પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલ વિવિધ શાકભાજી, ધાન્ય પેદાશો, આદર્શ પરિવાર કક્ષ, ગંગામાં મંડળ અને ગો વિજ્ઞાન પ્રત્યક્ષ દર્શનની મુલાકાત લઈ પ્રદર્શન ક્ષેત્રમાં કાર્યરત સેવકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
- નોંધનીય છે કે, વડતાલ ધામમાં આશરે 400 જેટલી ગાયોનું પાલન પોષણ કરવામાં આવે છે.
આ પ્રસંગે જિલ્લા કલેટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નિર્મળસ્વામી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.