સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશો અનુસાર કર્મચારીઓએ ઓફિસના કોમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે જ્યાં સુધી કોઈ કર્મચારીને ઓફિશ્યલ અનુમતિ આપવામાં આવે નહીં તે તેનો ઉપયોગ કરી શકે નહીં.
જો કોઈ કર્મચારી આવુ કરતા પકડાયા તો ઓફિશ્યલ ઈન્ફોર્મેશન લીક કરવાનો કેસ નોંધવામાં આવશે. ઓફિસમાં કામ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર પણ આ નિયમ લાગુ થશે.