ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને વધુ ગુણવત્તાસભર બનાવવા કવાયત

ભારતીય ફાર્મા સેક્ટરને વિશ્વસ્તરે વિકસાવવા માટે સરકારે ટપકા વાર પગલાં લેવાનું શરૂ કરી દીધું છે સંશોધન અને સંસાધનને વધુ સુદ્રઢ બનાવી ભારતીય ફાર્મા સેક્ટર આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ અને ક્વોલિટી સાથે ફાર્મા સેક્ટરમાં પ્રગતિ કરે તે માટે સરકારે ત્રણ યોજનાઓ શરૂ કરી લઘુ મધ્યમ અને નાના ફાર્માસ્યુક્તિકરણ સેક્ટરને વિકાસની પાંખપર ઉડાડવા માટેના ચક્રો ગતિમાન કરી દીધા હોય તેમ સરકારે ગુરુવારે દેશના દવા ઉદ્યોગને મજબૂત બનાવવા માટે ત્રણ યોજનાઓ શરૂ કરીસૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં. વિકાસ માટે સરકારે ત્રણ યોજના નો બુસ્ટર ડોઝ આપ્યો છે જેમાં સંશોધન અને સંસાધનને પ્રોત્સાહન આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીમનસુખ માંડવિયા એ આ યોજના અંગે જણાવ્યું હતું કે છે કે આ યોજનાઓ ફાર્મા એમએસએમઈ માટે ક્લસ્ટરોમાં ટેક્નોલોજી અપગ્રેડેશન, કોમન રિસર્ચ સેન્ટરો અને એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ની રચનાને પ્રોત્સાહન મળશે.

નાની કંપનીઓએ તેમની સુવિધાઓને વૈશ્વિક ઉત્પાદન ધોરણ પ્રમાણે અપગ્રેડ કરવા સક્ષમ હોવા જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

રસાયણો અને ખાતર મંત્રાલયે ‘સ્ટ્રેન્થનિંગ ફાર્માસ્યુટિકલ્સ ઇન્ડસ્ટ્રી’ (એસપીઆઈ) ના બેનર હેઠળ યોજનાઓ બહાર પાડી છે.

મનસુખભાઈ માંડવીયા એ આ ત્રણ યોજનાઓ અંગે જણાવ્યું હતું કે”હું માનું છુંફાર્મા એમએસએમઈ ઉદ્યોગોને યોજનાઓથી ઘણો ફાયદો થશે. નવી યોજનાઓના ઘણા ફાયદા છે જે ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને આગળ વધારવામાં મદદ કરશે,આત્મ નિર્ભર , વધુ સ્થિતિસ્થાપક અને ભવિષ્ય માટે તૈયાર, થવામાં આ યોજનાઓ મદદરૂપ થશે તેમ તેમને જણાવ્યું હતું.

આ યોજનાઓ ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં એમએસએમઈ  એકમોના ટેક્નોલોજી અપગ્રેડેશન માટે ક્રેડિટ લિન્ક્ડ મૂડી અને વ્યાજ સબસિડી તેમજ ફાર્મા ક્લસ્ટરમાં સંશોધન કેન્દ્ર, ટેસ્ટિંગ લેબ અને સહિતની સામાન્ય પરંતુ સંશોધન અને સંસાધનોના વિકાસ માટે આવશ્યક બની રહેશે સુવિધાઓ માટે પ્રત્યેક રૂ. 20 કરોડ સુધીની સહાય પૂરી કરવા માટે ખાસ જોગવાઈ રાખવામાં આવી અમલીકરણ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ તરીકે સિડબીને જવાબદારી સોંપવામાં આવી છે હશે.

ફાર્માસ્યુટિકલ ટેક્નોલોજી અપગ્રેડેશન આસિસ્ટન્સ સ્કીમ (પીટીયુએએસ) ફાર્માસ્યુટિકલ એમએસએમઈને તેમની ટેક્નોલોજી અપગ્રેડ કરવા માટે અસરકારક સાબિત થશે

આ યોજનામાં ત્રણ વર્ષની લઘુત્તમ ચુકવણી અવધિ સાથે 10 કરોડ રૂપિયાની મહત્તમ મર્યાદા સુધીની લોન પર 10 ટકાની  સબસિડી અથવા 5 ટકા (6 ટકા) સુધીની વ્યાજ સબસિડીની જોગવાઈઓ છે.

તેવી જ રીતે, સામાન્ય સુવિધાઓ યોજના (એપીઆઈ-જીએફ) માટે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝની સહાય સતત વૃદ્ધિ માટે હાલના ફાર્માસ્યુટિકલ ક્લસ્ટરોની ક્ષમતાને મજબૂત કરશે. તે મંજૂર પ્રોજેક્ટ ખર્ચના 70 ટકા અથવા રૂ. 20 કરોડ, બેમાંથી જે ઓછું હોય તે સહાયની જોગવાઈ કરવામાં આવી છે.

હિમાલય અને ઉત્તર-પૂર્વ ક્ષેત્રના, ગ્રાન્ટ-ઇન-એઇડ ક્લસ્ટર દીઠ રૂ. 20 કરોડ અથવા પ્રોજેક્ટ ખર્ચના 90 ટકા, બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર બનાવવામાં આવ્યું છે.

ફાર્માસ્યુટિકલ અને મેડિકલ ડિવાઈસ પ્રમોશન એન્ડ ડેવલપમેન્ટ સ્કીમ (ઙખઙઉજ)માં ભારતીય ફાર્મા અને મેડિકલ ડિવાઈસ ઉદ્યોગ માટે મહત્વના વિષયો પર અભ્યાસ સંશોધન કરવાનો સમાવેશ થશે.

આ યોજનાનો હેતુ ફાર્મા અને મેડિકલ ડિવાઇસ સેક્ટરનો ડેટાબેઝ બનાવવાનો છે.

મંત્રી મનસુખભાઈ માંડવિયાએ ઉદ્યોગને વૈશ્વિક બજારોમાં વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા અપગ્રેડ કરવાનું ચાલુ રાખવા જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે હવે આપણે જથ્થા કરતા ગુણવત્તા પર ધ્યાન આપવાનું છે.

મંત્રીએ એમએસએમઈ ક્ષેત્ર તરફ સરકારની વિવિધ પહેલો પર પણ પ્રકાશ પાડ્યો અને માહિતી આપી કે ફાર્માસ્યુટિકલ્સ માટે ઉત્પાદન-લિંક્ડ પ્રોત્સાહક યોજના હેઠળ પસંદ કરાયેલા 40 ટકા સહભાગીઓ એમએસએમઈ શ્રેણીના છે.

મંત્રી મનસુખભાઈ માંડવીયાએ માંડવિયાએ સમયની જરૂરિયાત તરીકે માંગ-આધારિત સંશોધનના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગને શિક્ષણ સાથે વધુ જોડાણને પ્રોત્સાહન આપ્યું હતું.

તેમણે એમ પણ જણાવ્યું  હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર ફાર્મા ઉદ્યોગને મજબૂત કરવા માટે અવિરતપણે કામ કરી રહી છે. તે (યોજનાઓ) રોકાણમાં વધારો કરશે, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહિત કરશે અને ઉદ્યોગને ભાવિ ઉત્પાદનો અને વિચારો વિકસાવવા સક્ષમ બનાવશે, મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર વ્યવસાય કરવાની સરળતા વધારવા અને ઉદ્યોગના વિકાસમાં મદદ કરવા માટે  કામ કરી રહી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.