- મોદી મંત્ર 1- અર્થતંત્રનો વિકાસ’ માટે સરકાર દેણુ કરીને ઘી પીવા સજ્જ
- સરકાર લાંબા ગાળાના વિકાસ માટે મૂડી ખર્ચમાં ઘટાડો કરશે નહીં, ખર્ચ બરકરાર રાખી વિકાસ ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરાશે: નાણા સચિવની સ્પષ્ટ વાત
હાલ ફુગાવો વધી રહ્યો છે. પરંતુ તે ક્ષણિક હોય તેના કારણે સરકાર વિકાસની રફતારને રોકવા નથી માંગતી. મોદી મંત્ર 1 – અર્થતંત્રનો વિકાસ’ આના માટે સરકાર દેણુ કરીને ઘી પીવા સજ્જ બની છે. ફુગાવાની ચિંતા કર્યા વિના અર્થતંત્રની ગાડીને પુરપાટ દોડતી રાખવા સરકારનો 7.5 લાખ કરોડનો માસ્ટર પ્લાન રજુ કર્યો છે.
નાણા સચિવે આ મામલે સ્પષ્ટ વાત કહી છે કે સરકાર લાંબા ગાળાના વિકાસ માટે મૂડી ખર્ચમાં ઘટાડો કરશે નહીં, ખર્ચ બરકરાર રાખી વિકાસ ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરાશે. સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં મૂડી ખર્ચમાં ઘટાડો કરશે નહીં. તેવું નાણા સચિવ ટી.વી. સોમનાથને નિષ્ણાતોના સૂચનો બાદ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થાના લાંબા ગાળાના વિકાસ માટે મૂડી રોકાણની જરૂર છે અને ટૂંકા ગાળાની વૃદ્ધિ એ ભારતનો લક્ષ્ય નથી. સરકારે નાણાકીય વર્ષ 2022માં 6.03 લાખ કરોડ મૂડીખર્ચની સામે નાણાકિય વર્ષ 2023માં રૂ. 7.5 લાખ કરોડ મૂડીખર્ચનું બજેટ રાખ્યું છે.
આશ્ચર્યજનક પગલામાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ આ મહિનાની શરૂઆતમાં રેપો રેટમાં 0.4 ટકાનો વધારો કરીને 4.4% કર્યો, જે એપ્રિલમાં 7.79% ની આઠ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. નાણાકીય વર્ષ 2023માં કેન્દ્રની રાજકોષીય ખાધ જીડીપીના 6.8% રહેવાનો અંદાજ હતો. પરંતુ યુક્રેન સંઘર્ષને કારણે ખાદ્ય અને ખાતર સબસિડી ખૂબ ઊંચી હોવાની શક્યતા છે. માટે રાજકોષીય ખાધ લક્ષ્યાંક કરતાં વધી શકે છે.
સોમનાથને જણાવ્યું હતું કે, “જો આપણે ટૂંકા ગાળાના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મૂડી ખર્ચમાં ઘટાડો કરીશું, તો લાંબા ગાળાના વિકાસને નુકસાન પહોંચાડીશું. તે રસ્તા, રેલ્વે જેવા ઘણા ક્ષેત્રોમાં પ્રતિબદ્ધ પ્રોજેક્ટ્સને અસર કરશે. માટે આવું કરવું યોગ્ય નથી. જો કે, સરકારના અન્ય સ્ત્રોતોએ જણાવ્યું હતું કે મૂડી ખર્ચમાં ઘટાડો કરી શકાતો નથી, સામાન્ય રીતે રાજકોષીય નીતિ ફુગાવાના સંચાલનમાં આરબીઆઈને ટેકો આપશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇંધણ કરમાં ઘટાડા અંગે નીતિ નિર્માતાઓમાં પણ ચર્ચા ચાલી રહી છે.
તેઓ ટૂંકા ગાળામાં છૂટક કિંમતોને રાહત આપી શકે છે, પરંતુ અન્યત્ર માંગને વેગ આપી શકે છે, ઋણમાં વધારો કરી શકે છે અને માંગને કાબૂમાં લેવાના આરબીઆઈના પ્રયત્નોનો સામનો કરી શકે છે અને નાણાકીય કડકતા સાથે ફુગાવાને કાબૂમાં કરી શકે છે.કોઈપણ કર કપાત અંગેનો અંતિમ નિર્ણય સર્વોચ્ચ સ્તરે તમામ બાબતોને ધ્યાનમાં લીધા બાદ લેવામાં આવશે.
મોનેટરી પોલિસી કમિટીએ જણાવ્યું હતું કે, “કેન્દ્ર અને રાજ્ય બંને કર લ્યે છે અને યુક્રેનની કટોકટીને કારણે સબસિડી ખર્ચમાં કોઈપણ વધારા કરતાં વધી જવાની શક્યતા છે, જેથી તેઓને ઈંધણ પરના કરમાં ઘટાડો કરવાની જગ્યા મળી શકે.” તેમ આરબીઆઇએ નોંધ્યું છે.
ફુગાવાને ગણકાર્યા વગર સરકાર 2023માં દોઢ લાખ કરોડ વધુનો મૂડી ખર્ચ કરશે
વર્ષ 2022માં મૂડી ખર્ચ રૂ. 6.03 લાખ કરોડ આંકવામાં આવ્યો છે. હાલ ફુગાવો પણ રેકોર્ડ સ્તરે હોય, દેખીતી રીતે તેને કંટ્રોલમાં રાખવા માટે મૂડી ખર્ચ ઘટાડવો પડે તેમ છે. પણ સરકારે નોંધ લીધી છે કે ફુગાવો ક્ષણિક છે. તેને લીધે દેશના વિકાસને રોકી ન શકાય. માટે સરકારે નાણાકીય વર્ષ 2023 માટે રૂ. 7.50 લાખનો મૂડી ખર્ચ કરવાની યોજના બરકરાર રાખી છે. આમ સરકાર 2023માં દોઢ લાખ કરોડ જેટલો વધુ મૂડી ખર્ચ કરશે.