કેન્દ્ર સરકાર રાજ્યોને પ્રથમ હપ્તારૂપી એક ‘ચોકલેટ’ પુરી થયા બાદ જ બીજી ‘ચોકલેટ’ આપશે!!! ભારતીય કંપનીઓએ સરકારના પેકેજના નિર્ણયને વધાવી લીધો

કેન્દ્ર સરકાર દ્વારા બજારને બુસ્ટ કરવાના હેતુથી સરેરાશ રૂ. ૫ લાખ કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. સરકારે રાજ્યો માટે ૫૦ વર્ષ માટે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના વગર વ્યાજ  લોનની જાહેરાત કરી છે. જોકે પૃરેપુરી લોન મેળવવા માટે ખર્ચ કરવાની શરત મુકવામાં આવી છે. પૂર્વોત્તરના રાજ્યો માટે ૧,૬૦૦ કરોડ રૂપિયા અને ઉત્તરાખંડ તેમજ હિમાચલ માટે ૯૦૦ કરોડ રૂપિયાનું પ્રવાધાન છે. આ સિવાય યોજના હેઠળ ૭,૫૦૦ કરોડડ રૂપિયાનું પ્રાવધાન અન્ય રાજ્યો માટે કરવામાં આવ્યું છે, જે રાજ્યો નાણાં આયોગની ભલામણ પ્રમાણે આપવામાં આવશે અને બાકીના ૨,૦૦૦ કરોડ રૂપિયા તે રાજ્યોને મળશે જે આત્મનિર્ભર હેઠળ જાહેર ચારમાંથી ઓછામાં ઓછા ત્રણ સુધારા લાગૂ પાડશે. આ આખી લોન ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા આપવામાં આવશે, જે રાજ્યોને પહેલાથી મળતા લોન સિવાયના હશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણામંત્રી સિતારામનની જાહેરાતને આવકારી હતી અને કહ્યું હતું કે તહેવારોના સમયમાં આ જાહેરાતથી અર્થતંત્રને પ્રોત્સાહન મળશે. નાણા પ્રધાન નિર્મલા સિતારમને સરકારી કર્મચારીઓને એલટીસીને બદલે કેશ વાઉચર અને ૧૦,૦૦૦ રૂપિયાની ફસ્ટિવલ એડવાન્સ રકમ આપવાની જાહેરાત કરી છે. દિવાળીના તહેવારોની સિઝનમાં માગ વધારવા અને અર્થતંત્રને વેગ આપવા માટે સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે એલટીસીને બદલે કર્મચારીઓને આપવામાં આવનાર કેશ વાઉચર ટેક્સ ફ્રી હશે. જો કે આ કેશ વાઉચરનો ઉપયોગ કર્મચારીઓએ ૧૨ ટકા જીએસટી ધરાવતી વસ્તુઓ ખરીદવા માટે કરવો પડશે.આ શરતને કારણે કર્મચારીઓ આ વાઉચરની મદદથી ખાદ્ય વસ્તુઓ ખરીદી શકશે નહીં.

કેન્દ્ર દ્વારા રાજ્યોને લોન તબક્કાવાર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં ફાળવેલી રકમ વાપર્યા બાદ જ વધુ રકમ આપવામાં આવશે. માર્ચ પહેલા રકમ વાપરવી પડશે. સરકારના નિર્ણયથી બજારમાં રૂપિયા પાંચ લાખ કરોડ ઠલવાશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે. બજારમાં નાણાનો ફ્લો જળવાઈ રહે તે માટે સરકારે અગાઉ પણ પગલા લીધા હતા. હવે સરેરાશ રૂ.૫ લાખ કરોડના પેકજના માધ્યમથી બજારમાં શ્વાસ ફૂંકાશે. દેશના તમામ રાજ્યોને નાણાં પુરા પાડવામાં આવશે. જેનું વ્યાજ પણ વસૂલવામાં આવશે નહીં. બીજી તરફ પૂરેપૂરી રકમ મેળવવા માટે રાજ્ય સરકારે પ્રથમ હપ્તામાં મળેલી રકમ વાપરવાની શરત મુકવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજથી શેરબજારમાં પણ પોઝીટીવ અસર જોવા મળશે. છેલ્લા ૧૦ ટ્રેડિંગ દિવસથી શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. ત્યારે નવા પેકેજના કારણે શેરબજાર ૫૦૦૦૦ના આંક તરફ આગળ વધશે  તેવી અપેક્ષા છે.

કેન્દ્ર સરકારે એકંદરે જાહેર કરેલા પેકેજને દેશની જાણીતી કંપનીઓ દ્વારા પણ વધાવી લેવામાં આવ્યું છે. સીઆઈઆઈ ડાયરેક્ટર જનરલ ચંદ્રજીત બેનરજીએ જણાવ્યું હતું કે, સરકારની રણનીતિના કારણે ખર્ચશક્તિ વધશે જેનાથી આર્થિક ગતિવિધિને વેગ મળશે. મહામારીના કારણે આર્થિક તકલીફોમાંથી પસાર થાયેલા લોકો માટે ફિલગુડ ફેક્ટર ઉભું થશે. માંગ વધશે એટલે આપઓપ વેપાર વધશે તેવી અપેક્ષા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.