અબતક, નવી દિલ્હી
કોરોનાની વૈશ્વિક મહામારીની નકારાત્મક અસરો હવે પાછળ છોડી ભારતીય અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે “સ્વસ્થ બેંક થકી સ્વસ્થ અર્થતંત્ર” ઉભુ કરવા માટે મોદી સરકાર તેમજ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કવાયત હાથ ધરી છે. જે અંતર્ગત “બેડ બેંક”ને લઈ ગઈકાલે નાણામંત્રી નિર્મલા સીતારામને મોટી જાહેરાત કરી છે. બેન્કોનો બોઝો ઘટાડવા તેમજ નોન પર્ફોર્મિંગ રેશિયો- એનપીએ ઘટાડવા માટે સરકારે 30,600 કરોડ રૂપિયાનો “ગેરંટી” બુસ્ટર ડોઝ આપ્યો છે..!!
સ્વસ્થ બેંક થકી સ્વસ્થ અર્થતંત્ર માટે માસ્ટર પ્લાન
નાણામંત્રી નિર્મલા સીતારામને ગુરુવારે પત્રકાર પરિષદ યોજી ’બેડ બેંક’ બનાવવાની દિશામાં સરકારની રણનીતિ અંગે મહત્વની માહિતી આપી હતી. જણાવી દઈએ કે બેંકોની બેડ લોનનું પુનર્ગઠન કરવા, એનપીએ રેશિયો ઘટાડવા નાણામંત્રીએ આ વર્ષના સામાન્ય બજેટમાં આ ’બેડ બેંક’ બનાવવાની જાહેરાત કરી હતી. જે મુજબ દેશમાં એક બેડ બેંક ઉભી થશે. જે બેંકોની બેડ લોનનું સંચાલન કરશે. અને આ માટે સરકારે નેશનલ એસેટ રિક્ધસ્ટ્રક્શન કંપની લિમિટેડ- ગઅછઈક (બેડ બેંક) દ્વારા જારી કરાયેલી સિક્યુરિટી રિશીપ માટે 30,600 કરોડ રૂપિયાની ગેરંટી મંજૂર કરી છે.
છેલ્લા 6 નાણાંકીય વર્ષમાં બાકી લોનના નાણામાંત્રી રૂ.5.01 લાખ કરોડ વસુલાયા :નાણાંમંત્રી
નાણામંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે કેન્દ્રીય કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. નાણાંમંત્રીએ કહ્યું કે ’બેડ બેંક’ વાસ્તવમાં એસેટ મેનેજમેન્ટ કંપની હશે. તેનું નામ ’નેશનલ એસેટ રક્નસ્ટ્રક્શન કંપની લિમિટેડ’ (NARCL) હશે. સરકાર બેંકોની બેડ લોનના બદલામાં આ કંપની દ્વારા જારી કરાયેલી સિક્યુરિટી રિશીપ માટે સોવરિન ગેરંટી આપશે.
તેમણે કહ્યું કે છેલ્લા 6 નાણાકીય વર્ષોમાં બાકી રકમમાંથી બેંકોએ 5.01 લાખ કરોડ રૂપિયાની વસૂલાત કરી છે. આમાંથી માર્ચ 2018 પછી 3.1 લાખ કરોડ રૂપિયાની વસૂલાત થઈ છે. જ્યારે 2018-19માં 1.2 લાખ કરોડની વસૂલાત કરવામાં આવી હતી. આમાં નાણાં પરત કરવાનો પણ સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન, ભૂષણ સ્ટીલ અને એસ્સાર સ્ટીલ જેવી કંપનીઓની રાઈટ ઓફ લોન પણ વસૂલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સરકારની આ ગેરંટી બેન્કોને તેમની સંપત્તિ NARCLને વેચવા માટે વધુ વિશ્વાસ અપાવશે અને સમગ્ર પ્રક્રિયામાં તરલતા આવશે.
શું છે બેડ બેંક ?
બેંકોના એનપીએને રોકવા માટે ’બેડ બેંક’નો વિચાર અસ્તિત્વમાં આવ્યો. એનપીએ એટલે નોન પર્ફોર્મિંગ અસેટ- બેંકોની એવી લોન,સંપત્તિ કે જે દેવું બની જાય છે. બેન્કોને વધતા આ ગઙઅ રેશિયોના બોજ અને દબાણથી રાહત આપવા મોદી સરકારે ચાલુ વર્ષના બજેટમાં બેડ બેંક ઉભી કરવા માટે જાહેરાત કરી હતી. ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન એટલે કે ઈંઇઅ (ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન)ને ’બેડ બેંક’ સ્થાપવાની જવાબદારી સોંપવામાં આવી છે. બેડ બેંક કે જેને એનએઆરસીએલ (નેશનલ એસેટ રક્નસ્ટ્રક્શન કંપની લિ.) નામ અપાયું છે. આ બેંક અન્ય બેંકોને લોન માટે સંમત મૂલ્યના 15 ટકા રોકડમાં અને બાકીના 85 ટકા સરકારી ગેરંટીવાળી સુરક્ષા રિશીપમાં ચૂકવશે.
બેડ લોનના ઝડપી ઉકેલ માટે 6 નવા DRTSની રચના
નાણાંમંત્રી નિર્મલા સીતારામને કહ્યું કે સરકારે બેડ લોનના ઝડપી ઉકેલ માટે 6 નવા ઉછઝત (ડેટ રિકવરી ટ્રિબ્યુનલ્સ)ની રચના કરી છે. આ સાથે, ઇન્ડિયા ડેટ રિઝોલ્યુશન કંપની લિમિટેડની પણ રચના કરવામાં આવી રહી છે. જેમાં 49 ટકા હિસ્સો જાહેર ક્ષેત્રની બેન્કો પાસે રહેશે અને બાકીનો હિસ્સો ખાનગી બેન્કો પાસે રહેશે.
રિઝર્વ બેંક અછઈ લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં છે. નાણામંત્રીએ કહ્યું કે વર્ષ 2017-18માં સરકારે બેંકોમાં 90 હજાર કરોડ રૂપિયાની મૂડી દાખલ કરી હતી. 2018-19માં આ રકમ 1.06 લાખ કરોડ હતી. એ જ રીતે, 2019-20માં 70 હજાર કરોડ રૂપિયા અને 2020-21માં 20 હજાર કરોડ રૂપિયા બેંકોમાં જમા થયા હતા. આ નાણાકીય વર્ષમાં પણ બેંકોમાં 20 હજાર કરોડ રૂપિયા મૂકવાની યોજના છે.