લોકસભામાં રજુ કરાયેલા ડીએનએ બીલને લઈ કોંગી પ્રવકતા અભિષેક સિંધવીના આરોપ: સરકાર નાગરીકોની જાસુસી કરવાનો પ્રયાસ કરી રહી છે
મોદી સરકાર ડીએનએ બીલ પર મુસદો તૈયાર કરવામાં જુંટાઈ છે. ગત ૯ ઓગસ્ટના રોજ ડીએનએ ટેકનોલોજી રેગ્યુલેશન બીલ-૨૦૧૮ લોકસભામાં રજુ કરાયું હતું પરંતુ આ બીલને લઈ વિપક્ષ સરકાર પર નિશાન સાંધી રહી છે તેવામાં એવા પણ પ્રશ્નો ઉભા થયા છે કે, આખરે લોકોના ડીએનએ ડેટા પર સરકારનો અધિકાર હોય શકે ખરો ? અને હા તો કેટલા અંશે ?
ઉલ્લેખનીય છે કે, આ ડીએનએ બીલમાં જોગવાઈ કરાઈ છે કે, ડીએનએ ડેટાન રાષ્ટ્રીય તથા ક્ષેત્રીય બેંક બનાવાશે. જેમાં પિડીતો, આરોપીઓ, બંદીઓ, ગુમ થયેલી વ્યકિતઓ તથા અજ્ઞાત વ્યકિતઓની ઓળખાણ માટે એક નેશનલ ડેટાબેઈઝ તૈયાર થશે કે જેના દ્વારા અજાણી લાશોની પણ ત્વરીત ઓળખાણ થઈ શકશે.
તાજેતરમાં નરેન્દ્ર મોદીએ ફોરેન્સિક વિશેષજ્ઞોને જણાવ્યું હતું કે, બળાત્કારના મામલાઓમાં પિડીતોને ઈન્સાફ આપવા આ ડીએનએ પ્રોફાઈલીંગ જેવી આધુનિક ટેકનોલોજીઓ અપનાવવી જોઈએ કે જેથી કરીને બળાત્કારના આરોપીઓને તત્કાલીન સજા આપી શકાય અને પિડીતોને ન્યાય મળી શકે.
આ બીલ લાવવા પાછળ દોષિતોને સજા ફટકારવા સહિત અને મહત્વના મુદાઓ હોવાનો મોદી સરકારે હેતુ સ્પષ્ટ કર્યો છે પરંતુ આ બીલને લઈ કોંગ્રેસે સરકારને ઘેરી છે. તાજેતરમાં કોંગ્રેસના પ્રવકતા અભિષેક સિંધવીએ આરોપ લગાવતા કહ્યું છે કે, સરકાર નાગરીકોની ૩૬૦ ડિગ્રી પ્રોફાઈલીંગ કરવાની કોશીશ કરી રહી છે. આ ડીએનએ પ્રોફાઈલીંગ બીલથી લોકોની પ્રાઈવસીનું ઉલ્લંઘન થશે.
સિંઘવીએ વધુમાં જણાવતા કહ્યું કે, મોદી સરકાર ઈચ્છે કે ભારત દેશ તેમના હિસાબથી પરિભાષીત થાય. તેમણે નાગરિકોની જાસુસી કરવાનો પણ સરકાર પર આરોપ મુકયો છે અને આનુ શ્રેષ્ઠ ઉદાહરણ આધારનો દુરુપયોગ છે તેમ જણાવ્યું. સિંધવીએ કહ્યું કે, સરકારે રાજયસભામાં બિલ પસાર કર્યું પણ વિપક્ષના વ્યાપક વિરોધને ભાંખી પાછુ લઈ લીધું અને ત્યારબાદ લોકસભામાં પસાર કર્યું.