સાંથણી, દબાણ કેસ સહિતના પ્રકરણોમાં અનુસુચિત જાતિને થઇ રહેલો અન્યાય દૂર કરાશે
પાટણમાં જમીન રેગ્યુલાઇઝડ કરવાની માંગણી સાથે આત્મવિલોપન કરનાર દલીત સમાજના ભાનુભાઇ વણકરના મૃત્યુ બાદ ગુજરાત સરકાર સફાળી જાગી છે અને હવે રાજયનાં તમામ જીલ્લાઓમાં સાથણી શરત ભંગ અને દબાણના કિસ્સામાં હકારાત્મક અભિગમ અપનાવી ભુમિહિત અનુસુચિત જાતિના ખેત મજુરોને ખેતીની જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનાવવા ગતિવિધી તેજ કરી છે.
સમગ્ર રાજયમાં છેલ્લા ઘણા વર્ષાથે ભૂમિહિત ખેત મજુરોને સાથપીની જમીન ફાળવવાની પ્રક્રિયા બંધ છે ત્યારે સરકારી ખરાબામાં દબાણ કરી ખેતી કરી રહેલા ખેડુતો દ્વારા પાટણમાં આત્મવિલોપન કરનાર ભાનુભાઇ વણકરની જેમ જ છેલ્લા ઘણાં સમયથી આવા દબાણો રેગ્યુલાઇઝડ કરવા, નવી સાંથણી કરવી તેમજ ખાસ કરીને કબ્જા ફેરનાં કિસ્સામાં ન્યાય માંગવામાં આવી રહ્યો છે.
પાટણ જિલ્લાની કલેકટર ઓફિસમાં આત્મવિલોપન કરનાર દલિત એકટીવીસ્ટ ભાનુપ્રસાદ વણકરનો ઘટનાના ૨૬ કલાક સારવાર બાદ મોત યું હતું. ત્યારબાદ પાટીદાર નેતા હાર્દિક પટેલ, ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણી ઘટના સંદર્ભે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. ત્રણેય નેતાઓએ સરકારે અસંવેદનશીલતા દાખવી હોવાનો આક્ષેપ કર્યો હતો.
જો કે, સરકારે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને દલિતોની જમીનો જેમ બને તેમ વહેલી ફાળવવાની કામગીરી હા ધરી છે. આ મામલે આક્ષેપ યો હતો કે, ખેત જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ ફાળવાયેલી પૈકીમાંથી ૯૦ ટકા જમીનો માત્ર કાગળ પર જ છે. તેનો કબજો સોંપાતો ની. છેલ્લા ૨૦ વર્ષી અનેક દલીત સંસઓ અને સંગઠનો દ્વારા આ મુદ્દે યા છે. કોર્ટમાં મામલો પહોંચ્યો છે. હવે સરકારે દલીતોની જમીન બાબતે જલ્દી પગલા લેવાની તૈયારી દર્શાવતા વાતાવરણ અનુકુળ બની ગયું છે.