ગત વર્ષે ૮૦૦ મેગાવોટની સરખામણીએ વીજ ખરીદી ૨ ગણી એટલે કે, ૧૮૦૦ મેગાવોટ ઈ
રાજયમાં વધતી વીજ માંગ અને કંપનીઓ તરફી અપાતા પુરવઠામાં કપાતના કારણે સરકાર ખુલ્લી બજારમાંથી વીજળી ખરીદવા મજબૂર ઈ છે અને ૪૫ મીલીયન યુનિટ એટલે અંદાજે ૧૮૦૦ મેગાવોટ વીજળીની ખરીદી કરી છે. આ ખરીદી ગત વર્ષની સરખામણીએ બે ગણી છે. ગત વર્ષે ૧૧ માર્ચ સુધીમાં સરકારે ૧૯ મીલીયન યુનિટ એટલે અંદાજે ૮૦૦ મેગા વોટ વીજળી ખરીદી હતી.
વેસ્ટર્ન રિઝનલ લોડ ડિસ્પેચ સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડાનુસાર સરકારે વિવિધ પાવર એકસ્ચેન્જ પાસેથી તારીખ ૧૦ના રોજ ૪૫ મીલીયન યુનિટ, તા.૯ના રોજ ૪૯ મીલીયન યુનિટ અને તા.૮ના રોજ ૩૧ મીલીયન યુનિટ વીજળી ખરીદી હતી. ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન સરકારની વીજ ખરીદી અડધી હતી. રાજયમાં વીજળીની વધતી માંગ અને કંપનીઓ દ્વારા વીજ પુરવઠો ઓછો અપાતા સરકારને ઓપન માર્કેટમાંથી વીજળીની ખરીદી કરવી પડી રહી છે.
અત્યાર સુધી ગુજરાતને સરપ્લસ પાવર ગણવામાં આવતું હતું. જો કે, કંપનીઓ દ્વારા મનમાનીી પાવર ઓછો આપવામાં આવતા સરપ્લસ રાજયનું બિરુદ છીનવાઈ ગયું છે અને ખુલ્લી માર્કેટમાંથી વીજ ખરીદી કરવાની જરૂરીયાત ઉભી ઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. વિવિધ એક્ષચેન્જ પાસેી ૮૦ ટકા ઉર્જાની ખરીદી કરી રહ્યું છે. ઉનાળાની સીઝન દરમિયાન ૧૪ હજાર મેગાવોટ વીજળીની માંગ રહેતી હોય છે. ત્યારે આ વર્ષે હજુ ઉનાળો શરૂ યો છે ત્યાં જ વીજનો ઉપયોગ ૧૬ હજાર મેગાવોટ સુધી તો પહોંચી ગયો છે.આ આંકડા પરી આગામી સમયમાં ગુજરાતને કેટલી વીજળી જોઈએ છે તેનો અંદાજ આવી જાય છે.
ખાનગી વીજળી ખરીદવા પાછળ ભારત સરકારની ટેરીફ પોલીસી જવાબદાર છે. ખાનગી કંપનીઓ પાસેી વીજળીની ખરીદી માત્ર સ્પર્ધાત્મક બીડીંગ પધ્ધતિના માધ્યમી પસંદ પામેલી કંપનીઓ પાસેથી ખરીદવાની રહે છે. આવી કંપનીઓ સો ગુજરાત ઉર્જા વિકાસ નિગમના ૨૫ વર્ષના લાંબાગાળાના વીજ ખરીદી ખરાર છે. ઉલ્લેખનીય છે કે, વીજ નિયમન પંચના આદેશ પ્રમાણે વીજ વિતરણ કંપનીઓએ બળતણ ખર્ચના આધારે વીજ ખરીદી કરવાની હોય છે જે પ્રા સતત ચાલી આવે છે.
અલબત હાલ વીજળીની માંગમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે. આંકડા મુજબ વીજ કોર્પોરેશનમાં ૯ વર્ષમાં ૧૨૩૧ મેગાવોટ વીજ ક્ષમતાના વધારા સામે ૧૨૯૮૭ મીલીયન યુનિટ વીજળીનું ઉત્પાદન ઓછું યું છે. ક્ષમતામાં વધારો પરંતુ ઉત્પાદનમાં ઘટાડો તા ઓપન માર્કેટમાંથી વીજળીની ખરીદી કરવી પડે છે.