૧૦ જુન સુધી રાજયમાં ‘જળસંચય’અભિયાન
આઠ આઇએએસ, આઇપીએસ અધિકારીઓને સોંપાઇ જવાબદારી
પરપ્રાંતીયો વાહનમાં વ્યકિતગત કે સામુહિક જઇ શકશે
સ્થળાંતર માટે ઓનલાઇન અરજી કરવી પડશે
બિમાર વ્યકિતને સ્થળાંતરની પરવાનગી નહીં મળે
રાજયમાં રહેલા પરપ્રાતીયો અને બીજા રાજયમાં રહેલા ગુજરાતીઓને થાળે પાડવા માટે રાજય સરકારે ખાસ યોજના ઘડી કાઢી છે કેન્દ્ર સરકારે સ્થળાંતરીતોને વતન જવા મંજુરી આપ્યા બાદ રાજય સરકારે આ યોજના બનાવી છે.
મુખ્યમંત્રીના અગ્રસચિવ અશ્ર્વિનીકુમારે જણાવ્યું હતું કે રાજય સરકારે રાજયમાં રહેલા અન્ય રાજયોના લોકો પોતાના વતન જઇ શકે તે માટે આયોજન કર્યુ છે. આ આયોજન પાર પાડવા માટે સરકારે આઠ આઇએએસ, આઇપીએસ અધિકારીઓને અલગ અલગ રાજય ફાળવી કામગીરી સોંપવામાં આવી છે. આ અધિકારીઓ પોતાને ફાળવાયેલા રાજયના વતનીઓને તેમના વતન પહોચાડવા જે તે રાજય સરકાર સાથે વાતચીત કરશે. આ ઉ૫રાંત જે તે રાજયમાં ફસાયેલા ગુજરાતના લોકોને પરત લાવવા વાતચીત કરશે. આ તમામ કામગીરી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવશે.
અશ્ર્વિનીકુમારે વધુમાં જણાવાયું હતું કે સ્થળાંતર કરવા માટે લોકોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
સ્થળાંતર માટે વાહનની વ્યવસ્થા જે તે વ્યકિતએ વ્યકિતગત કે સમુહમાં કરવાની રહેશે. સ્થળાંતરમાં ઉપયોગમાં લેવાના વાહનના નંબર પણ આ ઓનલાઇન અરજીમાં આપવાના રહેશે.
સ્થળાંતર કરવા માટે જે તે વિસ્તારની ડે.કલેટકરી કચેરીએ જવાનું નથી પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. બિમારી ધરાવતા કોઇપણ વ્યકિતને સ્થળાંતર કરવાની મંજુરી આપવામાં નહી આવે. સ્થળાંતર દરમિયા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશોનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે. સેનીટાઇઝ કરવા વગેરે કાર્યવાહી સાથેના નિયમો પાળવાના રહેશે.
સરકારે આગામી ૧૦ જુન સુધી રાજયમાં સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ડેમ ઉંડા કરવા માટે જળ સંચય અભિયાન હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.
હાલમાં રાજયમાં મનરેગા કામો ચાલી રહ્યા છે ૮૪ કામો પૂરા થયા છે અને અત્યારે ૪૬ હજાર લોકો રોજગારી મેળવી રહ્યા છે.
રાજયના અલગ જિલ્લામાં ઔઘોગિક પ્રવૃતિ શરૂ થઇ છે અને ૧.૧૦ લાખ શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે.
રાજયના દરેક જિલ્લામા ગ્રામ્ય લોકોને રોજગારી મળે તે માટે મનરેગાના કામો તત્કાલ હાથ ધરાય તેવું આયોજન કરાવ્યું છે.