વન નેસન વન ટેક્સ
૧૨ ટકા અને ૧૮ ટકાના દર ને મર્જ કરવાની પણ થશે વિચારણાં
સરકારે જીએસટી ની અમલવારી વન નેસન વન ટેકશ માટે કરી હતી પરંતુ જે રીતે એક સમાનતા જળવાવી જોઈએ તે ન આવવાના પગલે ઘણા ખરા અંશે પ્રશ્નો ઊભા થયા છે અને સરકાર દ્વારા આ મુદ્દે અનેક વખત બેઠક નું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે ફરી આવતીકાલે જીએસટીની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારની ભૂમિકા ખૂબ મહત્વની સાબિત થશે અને સરકારે નટ-ચાલ ની જેમ આ મુદ્દે ચાલવું પડશે. હાલ જીએસટી દ્વારા આ અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે કે કપડાં ઉપર જે પાંચ ટકાનો દર નક્કી કરવામાં આવ્યો હતો તેને વધારે ૧૨ ટકા કરી દેવામાં આવે જેના વિરોધમાં સમગ્ર ભારતભરમાં હડતાલ પાડવામાં આવી છે ત્યારે આ મુદ્દો આવતીકાલની બેઠકમાં ખૂબ જ મહત્વનો બની રહેશે એટલું જ નહીં આ બેઠક ઉપર કાપડ ઉદ્યોગની પણ મીટ હશે.
બીજી તરફ જીએસટી કાઉન્સિલની બેઠકમાં એક સમાજ દર કરાય તે દિશામાં પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે જેના માટે ૧૨ ટકા નો દર અને ૧૮ ટકાના દર ને એક સમાન કરવા માટેનો નિર્ણય પણ લઇ શકાય છે. કોરોના ની કપરી પરિસ્થિતિ વચ્ચે પણ જીએસટી કાઉન્સિલની બેઠક ફિઝિકલ યોજાઈ રહી છે જે સ્પષ્ટ કરે છે કે આ બેઠકનું મહત્વ અનેરું છે.
માહિતી મુજબ એ વાત પણ સામે આવી રહી છે કે જે જરૂરી ચીજવસ્તુઓ છે તેને જીએસટીના સૌથી નીચા ઘરમાં રાખવામાં આવેલા છે સાથોસાથ લક્ઝરી ચીજવસ્તુઓમાં જીએસટીનો દર સૌથી ઊંચો રાખવામાં આવેલો છે. ગીતા રફ્તા સમગ્ર દેશમાં ૧૨ ટકા અને 18% જીએસટી દર ને એક સમાન કરવા માટેની અનેકવિધ વખત ચર્ચા અને વિચારણા પણ કરવામાં આવેલી છે જેને અનુસરી આવતીકાલની બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ નિર્ણય પણ લઇ શકાશે.
જીએસટી કાઉન્સિલ માટે સૌથી મોટી વાત એ છે કે, જે રીતે કાપડ ઉદ્યોગમાં જીએસટી દર પાંચ ટકા અને તેમાંથી ૧૨ ટકા કરવાનો નિર્ણય કર્યો છે તેને ફરી વિચારણા કરવામાં આવે અને તે હેતુ સાત હાલ સમગ્ર ભારતમાં કાપડ ઉદ્યોગકારો બંધ પાડી રહ્યા છે. કાપડ ઉદ્યોગમાં હાલ સૌથી વધુ વિરોધ ઉજવી થઈ રહ્યો છે ત્યારે આ વિરોધને શાંત પાડવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવશે. સરકાર વન નેસન વન ટેક્સની વાત કરે છે ત્યારે સરકારે સ્થાનિક લોકો ઉપર પણ વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ જરૂરી બની રહેશે.