દહેજમાં ૫૨૦૦૦ સ્કવેર મીટરના ઔદ્યોગીક સંકુલમાં મહિને ૨૫૦૦ ટન જંતુનાશક દવાઓની ઉત્પાદન ક્ષમતા ધરાવતા પ્રોજેકટને મંજૂરી મળી
ખેતીમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ વ્યક્તિના સ્વાસ્થ્યને લાંબાગાળે નુકશાન પહોંચાડી શકે છે પરંતુ ખેતીના વિકાસ માટે જંતુનાશક દવાઓના ઉપયોગ સીવાય હાલ કોઈ રસ્તો જણાતો નથી. આવા સંજોગોમાં કૃષિ ક્ષેત્રે વિકાસ સાધવા થોડા સમય માટે જંતુનાશક દવાનું ઉત્પાદન જરૂરી છે. જેથી ગુજરાત સરકાર દ્વારા જંતુનાશક દવાઓના ઉત્પાદન માટે દહેજમાં એકમ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી હતી.
ગુજરાતમાં કૃષિ ઉત્પાદન સાથે સંકળાયેલા ઉધોગોને મોકળુ મેદાન આપી સરકાર કૃષિ ક્ષેત્રને વધુ પગભર બનાવવા આગળ વધી રહ્યું છે ત્યારે એગ્રો કેમિકલ કંપની આઈઆઈએલ ઈન્સેકટીસાઈડ ઈન્ડિયા પ્રા.લી.ને ગુજરાતમાં જંતુનાશક દવાઓના ઉત્પાદન એકમની સ્થાપના માટે મંજુરી આપવામાં આવી છે. ગુજરાતના ભરૂચ ખાતે ૪૦ કરોડના રોકાણ સાથે આઈઆઈએલને એકમ સ્થાપવાની મંજુરીના દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા છે.
કેન્દ્રિય પર્યાવરણ મંત્રાલયે આઈઆઈએલને પ્રોજેકટ આગળ વધારવા લીલીઝંડી આપીને પર્યાવરણ સમિતિએ કંપનીના પ્રોજેકટની મંજુરીને લીલીઝંડી આપી દીધી હતી જોકે આ મંજુરી કેટલીક નિશ્ર્ચિત શરતોને આધીન અપાયાના દસ્તાવેજો સાથે જોડવામાં આવ્યા છે. આઈઆઈએલએ ભરૂચને દહેજ ખાતે ૫૨,૦૦૦ સ્કવેર મીટરમાં વિશાળ ઉધોગિક સંકુલમાં મહિને ૨૫૦૦ ટન જંતુનાશક દવાઓની ઉત્પાદન ક્ષમતા ધરાવતા એકમની સરકાર પાસે મંજુરી મેળવી હતી. આઈઆઈએલના આ પ્રોજેકટ ૪૦ કરોડના ખર્ચે ઉભુ થશે જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ૧૫૦થી વધુ લોકોને રોજગારી આપશે.
આઈઆઈએલ દેશમાં છ અલગ-અલગ ઉત્પાદન કેન્દ્રો ધરાવે છે. જેમાં ચોંપાકી, રાજસ્થાન, સાંબા અને ઉધમપુર, જમ્મુ-કાશ્મીર, દહેજ ગુજરાત જેમા ચોપાકી અને દહેજમાં ખાસ પ્રકારનો રાસાયણિક ઉત્પાદનો બનાવાશે. મેક ઈન ઈન્ડિયાના ક્ધસેપ્ટને વ્યાપક બનાવવા સરકારની સ્થાનિક ઉધોગોને પ્રોત્સાહન આપવાની નીતિ પરિણામદાયી બની છે. આઈઆઈએલના દહેજ ખાતે શરૂ થનારા આ એકમથી ગુજરાત કૃષિ જંતુનાશક ઉત્પાદનો ક્ષેત્રે આગવું સ્થાન ઉભું કરશે.