અબતક, રાજકોટ
વેન અને પર્યાવરણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે, વન્યજીવોના હુમલાથી થતા નુકસાનીમાં ’બાંધણા’માં સરકારે વધારો કર્યો છે. જેને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. વન્યજીવોના હુમલાથી થયેલ નુકશાન સામે કેટલું વળતર મળવા પાત્ર છે તેને લઈને આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડીને જાહેરાત કરી છે કે વન્યજીવોના હુમલામાં થયેલ નુકશાન પેટે ગુજરાત સરકાર વળતર પૂરું પાડશે.
સરકારી જાહેરાત મુજબ જો વન્યજીવન હુમલામાં વ્યક્તિનું મોત થાય છે તો તેની સામે વ્યક્તિ દીઠ 5 લાખ રૂપિયા મળવા પાત્ર છે. તો સાથે જ વ્યક્તિ ઇજાગ્રસ્ત થવાની સ્થિતિમાં 40 ટકાથી 60 ટકા અપંગતા આવે તો 1 લાખ અને 60 ટકાથી વધુની અપંગતા આવે તો 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તો સાથે જ વન્યજીવના હુમલામાં હોસ્પિટલનો સારવારનો ખર્ચ પર સરકાર સહાય પેટે આપશે.
વન્યજીવોના હુમલામાં થયેલ માનવ નુકશાનની સાથે સાથે સરકારે પાલક પશુઓના નુકશાન સામે પણ વળતરની જાહેરાત કરી છે. જેમાં દુધાળા પશુઓ સામે 50 હજાર, 40 હજાર અને 5 હજારના વળતરની જાહેરાત કરવામાં આવી છે. તો બિન દૂધાળું પશુના નુકશાન સામે 25 હાજર અને 20 હજારના વળતરની જાહેરાત કરી છે.
વન્યપ્રાણીઓના હુમલામાં 3 દિવસ અથવા તેથી વધુ સમય ઇજા પામેલ વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ રહે તો 10 હજાર સુધીનું વળતર, દુધાળા પશુ જેવા કે, ગાય, ભેંસ માટે 50 હજાર, ઉંટ માટે 40 હજાર અને ઘેટાં-બકરા માટે 5 હજાર તેમજ બિન દૂધાળું પશુ જેવા કે, ઘોડા, બળદ માટે 25 હજાર જ્યારે પાડો-પાડી, ગાયની વાછરડી, ગધેડો અને પોની માટે 20 હજારનું વળતર આપતું બાંધણું નક્કી કરવામાં આવ્યું છે.
આ ઠરાવ હુકમની તારીખથી અમલમાં આવશે અને આ ઠરાવ બહાર પાડતા પહેલાના બનાવોમાં જો કોઈ વળતર ચૂકવવાનું બાકી હોય તો તે જે તે સમયના પ્રવર્તમાન ઠરાવોના દર મુજબ ચૂકવવાનું રહેશે.
સૌરાષ્ટ્રમાં વન્યજીવોના હુમલાઓ વારંવાર ઘટના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે હવે સકરકાર દ્વારા વન્યજીવોના હુમલાઓથી નુકશાનીના વળતરનું નવું ભાવ બાંધણું તૈયાર કર્યું છે.
વન્યજીવન હુમલામાં વ્યક્તિનું મોત થાય તો તેની સામે વ્યક્તિ દીઠ 5 લાખ રૂપિયા, વ્યક્તિ ઇજાગ્રસ્ત થવાની સ્થિતિમાં 40 ટકાથી 60 ટકા, અપંગતા આવે તો 1 લાખ અને 60 ટકાથી વધુની અપંગતા આવે તો 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે