સરકારે કાળા નાણાંને રોકવા અભિયાન ચલાવ્યું છે ત્યારે હાલ જ તેમણે બોગસ સંપતિ ધરાવતી બેનામ કં૫નીઓને ઝડપી પાડી હતી અને હવે આ મિશનને વધુ મજબૂત બનાવાઇ રહ્યું છે. ૨.૨૬ લાખ કં૫નીઓ રજીસ્ટર વિનાની છે તો ૩.૦૯ લાખ કં૫નીઓની મંજૂરી રદ કરાઇ છે. ત્યારે ઘણી કં૫નીઓ એવી પણ છે જેની કાયદેસર નોંધણી કરવામાં આવી હોય એમ છતા તેમના વિરોધ પગલા લેવાયા છે. રાજ્ય મંત્રી પી.પી ચૌધરીએ જણાવ્યું હતું કે દરેક ગેરકાયદેસર કાળા નાણાં ધરાવનારો સામે કડક પગલાં લેવામાં આવશે. ડિસેમ્બર ૨૦૧૭ના અંત સુધીમાં ૨.૨૬ કંપનીઓના રજીસ્ટ્રેશન રદ કરાયા છે.
જે કાળા નાણાંની નાબૂદી માટે એક અગત્યનો ફેંસલો છે. રાષ્ટ્રીય કંપની લો ટ્રીબ્યુનલ દ્વારા ૧,૧૫૭ કેસોમા નોંધણી કરવામાં આવી છે. જેમાંથી ૧૮૦ કંપનીઓનો ઓર્ડર આપી દેવાયા છે આ સરકારી યોજના માર્ચ ૩૧ ૨૦૧૮ સુધીમાં તમામ કાળા નાણાંને નાબૂદ કરવાની છે. હાલ બજેટ પણ જાહેર થવાને માત્ર ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે આ એક ઐતિહાસિક ઘટના બની શકે છે તેથી ભારતીય અર્થતંત્રમાં પારદર્શકતા આવશે. અને દેશને વિકાસ બમણી ગતિએ થશે.