જાપાન, અમેરિકા સહીતની વિશ્વની ટોચની ટોપ કંપનીઓને સરકારનું ઇંજન

ગુજરાત સરકાર દ્વારા રાજયમાં વિશ્વ સ્તરના રમકડા ઉત્પાદક હબ તરીકે વિકાસ કરવા માટે ભારતનાં ટોચના અને માટી નેશનલ રમકડા ઉઘોગના મોટા માથાઓને ગુજરાતમાં ઔઘોગિક એકમો ઉભા કરવા ઇજન આપ્યું છે. ‘મન કી બાત’માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોએ દેશમાં આંતરરાષ્ટ્રીય સ્તરના રમકડા માટે હબ ઉભુ કરવા આહવાન આપી વડાપ્રધાન સ્ટાર્ટ અપ અને રમકડા અને રમતોમાં ભારત અને ભારત માટે વાતાવરણ ઉભુ કરી ધરેલું માંગને પગલે વિશ્વમાં માંગ ઉભી કરવા આહવાન કર્યુ હતું.

વિશ્ર્વમાં ૭ લાખ કરોડના રમકડા ઉઘોગમાં ભારતનો હિસ્સો વધારવા જણાવાયું હતું. આંતરરાષ્ટ્રીય ઉત્૫ાદક કંપનીઓ જેવી કે નિતેન્દ્રો કંપની લીમીટેડ, જાપાનની ટોમી કંપની, અમેરિકાની હસબ્રો મટેલ, જર્મનની શ્યુમબા, નામકો બંદાઇ, લેગો અને જેકને ગુજરાત સરકારે ઔઘોગિક એકમો સ્થાપવા ઇજન આપ્યું છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિક મુખ્યે સચિવ મનોજદાસે અમેરીકા, કેનેડા, યુરોપ, અને જાપાની કંપનીઓને પત્ર પાઠવી ગુજરાતમાં રોયકલસ્ટર માટે સરકાર તમામ શકયતહ સહકાર અને લાભ આપશે તેમ જણાવ્યું હતું. દાસે જાપાનની કંપનીઓને જણાવ્યું હતું કે ભારતની વસ્તીના રપ ટકા લોકો ૦ થી ૧૪ વર્ષના છે વડાપ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાત દેશનો આઘોગિક વિકાસનો એ.પી. સેન્ટર છે અને અહીં રાજયનો વિકાસ દર ર૦૧૮ માં તે ૧૩ ટકા રહ્યું હતું. વિદેશી મૂડી રોકાણ ર૪૦ ટકા રહેવા પામ્યું છે.

અહીં રમકડાના ઉઘોગ માટે સાનુકુળ વાતાવરણમાં લાકડ, રબ્બર, જેવી રમકડા માટેની જરુરી ચીજવસ્તુઓ અને રમકડાના કારખાનાઓ માટે જી.આઇ.ડી.સી. માં સેજ ખાસ રોકાણ સરકારની સહાય, સરકારની કર રાહતો ઉઘોગોને આપવાની તૈયારી છે. દાસે પત્રમાં જણાવ્યું હતું કે અમે ઉઘોગ અને રમકડા ઉઘોગના વિકાસ માટે ગુજરાતમાં સરકાર દ્વારા દેશી અને આંતરરાષ્ટ્રીય રમકડા ઉત્૫ાદકોને નિમંત્રણ આપી ઉઘોગો શરુ કરવા માટે ખાસ પ્રોત્સાહન યોજનાઓનો ખાસ લાભ આપવા માટે આયોજન કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.