છેલ્લા સાત વર્ષથી સેક્ધડરી, હાયર સેક્ધડરી સ્કુલોમાં શિક્ષકો અને આચાર્યની ૬૮૫૦ જગ્યાઓ ખાલી પડી છે
છેલ્લા ઘણા સમયથી સેક્ધડરી અને હાયર સેક્ધડરી સ્કુલોમાં શિક્ષકોની ૬૮૫૦ જગ્યાઓ ખાલી પડી હતી. ત્યારે હવે, આ ખાલી જગ્યાઓ ને ભરવા ભરતી માટે સરકારે મંજુરી આપી દીધી છે. જેના પગલે રાજય સરકારની શાળાઓમાં ૬૮૫૦ જગ્યાઓ પર શિક્ષકની ભરતી કરાશે.જણાવી દઇએ કે, ખાલી પડેલી આ જગ્યાઓ પર છેલ્લા ૭ વર્ષથી ભરતી પ્રક્રિયા હાથ ધરાઇ નથી. એક તરફ સરકાર ઉચ્ચ શિક્ષણની મોટી મોટી વાતો કરેછે અને શાળાઓને આધુનીકતાનો રંગ લગાડવાના બણગાં ફુંકે છે. પરંતુ સાત વર્ષથી શિક્ષકોની ૬૮૫૦ જગ્યા ખા પડેલી હતી. જેને લઇ શાળા એસોસિએશનએ અનેક વખત સરકારને રજુઆતો કરી હતી ત્યારે હવે સરકારે શિક્ષકોની આભરતીને મંજુરી આપ દીધી છે.
સરકારી શાળાઓમાં આટલા મોટા પ્રમાણમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યાને કારણે વિઘાર્થીઓને ભણતરમાં ભારે ખોટ ઉભી થઇ છે. એટલું જ નહી કેટલીક શાળાઓમાં તો ફુલટાઇમ આચાર્ય પણ નથી. જણાવી દઇએ કે: આ ૬૮૫૦ જગ્યાઓમાંથી ૧૫૬૬ જગ્યા આચાર્ય માટેની ૨૯૧૫ જગ્યાઓ કોન્ટ્રાકસ બેઝ પર સેક્ધડરી શાળામાં શિક્ષક માટેની જયારે ૨૩૬૯ જગ્યાઓ હાયર સેક્ધડરીમાં શિક્ષકો માટેની છે. તો હજુ ૩૦૦૦ જગ્યાઓ એવી છ જે પર ભરતી માટે સરકારે મંજુરી આપી નથી.