સરકારે આગામી 7 વર્ષમાં દર ત્રણે એક ઇલેક્ટ્રિક બસ રાખવાનો નીર્ધાર કર્યો છે. સરકારના લક્ષ્યાંક મુજબ 2030 સુધીમાં દેશમાં 8 લાખ ઇલેક્ટ્રિક બસો દોડતી હશે. જેમાં રાજ્ય પરિવહનમાં 2 લાખ, પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં 5.5 લાખ અને શાળા-કંપનીઓમાં 50 હજાર ઇલેક્ટ્રિક બસો હશે.
2030 સુધીમાં દેશમાં 8 લાખ ઇલેક્ટ્રિક બસો દોડતી હશે, રાજ્ય પરિવહનમાં 2 લાખ, પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં 5.5 લાખ અને શાળા-કંપનીઓમાં 50 હજાર ઇલેક્ટ્રિક બસો ઉમેરવાનો લક્ષ્યાંક
દેશની જાહેર પરિવહન સિસ્ટમમાં વધુમાં વધુ ઇલેક્ટ્રિક બસો જોડવા સરકાર પ્રયાસ કરી રહી છે. ડીઝલ બસોને ઈલેક્ટ્રિક બસો સાથે બદલવાથી માત્ર પર્યાવરણીય પડકારોનું સમાધાન જ નહીં પરંતુ ઈલેક્ટ્રિક વાહનો માટે ઈકોસિસ્ટમ બનાવવામાં પણ મદદ મળશે. આ ઉપરાંત સરકાર વ્યાપક ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપનાને વેગ આપવાના પણ પ્રયાસ કરી રહી છે. જેથી તમામ પ્રકારના ઇ-વ્હીકલનો વપરાશ વધે. ઉદ્યોગના અંદાજ મુજબ, દેશમાં વર્તમાન ભાવે 100,000 ઈલેક્ટ્રિક બસો શરૂ કરવા માટે 1.2-1.5 લાખ કરોડની મૂડીની જરૂર પડશે. સરકાર આગામી નાણાકીય વર્ષમાં જાહેર કરવામાં આવનાર સ્કીમના રૂપરેખા તૈયાર કરવા માટે હિતધારકો સાથે સલાહ લેવાની પ્રક્રિયામાં છે. ટોચના સરકારી અધિકારીઓ અને બહુપક્ષીય સંસ્થાઓના પ્રતિનિધિઓની બે બેઠકો થઈ છે કે કેવી રીતે માંગ એકત્ર કરવી અને
તેનું રૂપાંતર કરવું, વિકાસથી વાકેફ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વાટાઘાટોનું ધ્યાન મોટા પ્રોક્યોરમેન્ટ ટેન્ડરો મૂકવા પર છે.દેશમાં ચાલી રહેલી 23 લાખ ડીઝલ અને સીએનજી બસોની સરખામણીમાં આજે ભારતના રસ્તાઓ પર લગભગ 4,000 ઇલેક્ટ્રિક બસો દોડી રહી છે.
ભારતમાં હાલમાં લગભગ 23,00,000 બસો છે, જેમાંથી 140,000 જાહેર પરિવહન સત્તાવાળાઓ દ્વારા ચલાવવામાં આવે છે. ખાનગી બસોનું ઇલેક્ટ્રિકમાં રૂપાંતર એ ભારતના ડીકાર્બોનાઇઝેશનના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ પગલું છે, ગ્લોબલ એનર્જી એલાયન્સ ફોર પીપલ એન્ડ પ્લેનેટના વાઇસ પ્રેસિડેન્ટ સૌરભ કુમારે જણાવ્યું હતું.
એકંદરે, કેન્દ્ર વર્તમાન નેશનલ ઈલેક્ટ્રિક બસ પ્રોગ્રામ હેઠળ આગામી પાંચ વર્ષમાં 50,000 ઈલેક્ટ્રિક બસો રજૂ કરવાનું લક્ષ્ય ધરાવે છે જેથી ક્રૂડની આયાત અને વાહનોના પ્રદૂષણમાં ઘટાડો થાય.
1.36 લાખ લીટર પાણી પણ ટેસ્લાની કારને આગથી બચાવી ન શક્યું
પુરપાટ દોડતા ઇલેક્ટ્રિક વાહનોની બેટરી ‘શોર્ટ સર્કિટ’ સર્જશે!!!
એક તરફ, ઈલેક્ટ્રિક કાર ઝડપથી ગ્રાહકોમાં પોતાનું સ્થાન મેળવી રહી છે, તો બીજી તરફ, તેમાં આગ લાગવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે, જે ઇવીની સલામતીને લઈને ચાલી રહેલી ચર્ચાને વેગ આપે છે. જોકે, મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સેફ્ટી પર સતત કામ કરી રહી છે. તાજેતરમાં, સમગ્ર વિશ્વમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી હતી અને તે જ રાત્રે, અલાબામા નેશનલ હાઇવે (યુએસએ) પર ટેસ્લા વાય ઇલેક્ટ્રિક કારમાં આગ લાગવાની ઘટના જોવા મળી હતી, જે થોડા કલાકોમાં કાબૂમાં આવી હતી. પરંતુ આગ બુઝાવવા માટે 1,36,000 લીટર પાણીનો ખર્ચ કરવો પડ્યો હતો. આઈસીઇ એન્જિનની સરખામણીમાં ઇલેક્ટ્રિક કારમાં લાગેલી આગને ઓલવવી વધુ મુશ્કેલ છે, જે તેમાં રહેલી બેટરીને કારણે છે. આઇસીઇ કારમાં લાગેલી આગને પાણીનો ઉપયોગ કરીને કાબૂમાં લાવી શકાય છે, જ્યારે ઇલેક્ટ્રિક કાર માટે તે
પૂરતું નથી. કારણ કે બેટરીમાં હાજર થર્મલ રનઅવે સોલ્ટ તત્વ આગ ભડકાવવાનું કામ કરે છે. જે બાકીની બેટરીના શેલને એટલો ગરમ કરે છે કે આગ બુઝાઈ ગયા પછી પણ તે ફરીથી આગ પકડી શકે છે. લિથિયમ આયન બેટરીથી વિપરીત, તેમાં હાજર ઈલેક્ટ્રોલાઈટ સોલિડ સ્ટેટ બેટરીમાં સોલિડમાં રૂપાંતરિત થાય છે, જે આગની શક્યતાને અનેક ગણી ઘટાડે છે. પરંતુ આ પર કામ કરતી આવી કંપનીઓની સંખ્યા ઓછી છે. સોલિડ સ્ટેટ બેટરીમાં સેફ્ટી પર કામ કરનારાઓમાં ટોયોટાનું નામ ટોપ પર છે.