કેબીનેટ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા: ટુંકમાં સહાય જાહેર કરાય તેવી સંભાવના
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અઘ્યક્ષતામાં આજે સવારે ગાંધીનગર ખાતે રાજય સરકારના મંત્રી મંડળની બેઠક મળી હતી. જેમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરતમાં થયેલી નુકશાનીમાં સહાય ચુકવવા અંગે ચર્ચા વિચારવા કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના અઘ્યક્ષતામાં દર મંગળવારે રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની એક બેઠક મળે છે. જેમાં વર્તમાન સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે છે.
આજે સવારે મળેલી કેબીનેટની બેઠકમાં રાજયમાં કોરોનાની સ્થિતિ, ભારે વરસાદમાં થયેલી નુકશાની, વરસાદની આગાહી, પાણી પ્રશ્ર્ને, આગામી દિવસોમાં આવતા વિવિધ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે અંગે તૈયારી સંદર્ભે ચર્ચાઓ કરવામાં આવી હતી.
ભારે વરસાદથી રાજ માર્ગો તે ભારે નુકશાની થવા પામી છે. આ ઉપરાંત ખેતીને પણ નુકશાની થઇ છે. આવામાં સરકાર દ્વારા આગામી દિવસોમાં આર્થીક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.